પેપ્સિકો ઈન્ડિયાએ ગ્રાહકોના ઉત્સાહ સાથે જોડાયેલા રહેવા અને સતત પોતાને મજબૂત કરવામાં બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન સાથે ભાગીદારી કરી છે. પેપ્સિકો ઇન્ડિયાના એક પ્રવકતાએ કહ્યું કે, સલમાન ખાન સાથેની ભાગીદારીની ઘોષણા કરીને અમે ખૂબ ઉત્સાહિત છીએ.
તેમણે કહ્યું , 2020માં અમે સલમાનની સાથે બ્રાન્ડની ' હર ધૂંટ મેં સ્વેગ'ના પ્રસ્તાવ માટે હમેંશા તત્પર છીએ. સલમાન ખાનની ફિલ્મ દબંગ-3 આ વર્ષના ડિસેમ્બરમાં ક્રિસમસ પહેલાં રિલીઝ થવા જઇ રહી છે.
ફિલ્મમાં સલમાન ખાન ફરી એક વખત ચુલબુલ પાંડેના રોલમાં જોવા મળશે. દર વખતની જેમ આ વખતે પણ એક નવો વિલન જોવા મળશે. બિગ બોસ કન્નડને હોસ્ટ કરનાર અભિનેતા સુદીપ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે.
આ ફિલ્મમાં સઇ માંજરેકર બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. હાલમાં, ફિલ્મ નિર્દશક પ્રભુદેવા અભિનેત્રી સોનાક્ષી સિંહા અને માંજરેકર સાથે બિગબોસ 13ના સેટ પર પહોંચ્યા હતા.
સલમાનની આગામી ફિલ્મ 'દબંગ' સીરીઝની ત્રીજી ફિલ્મ 'દબંગ 3' છે. પેપ્સી સલમાનની ફિલ્મ 'દબંગ 3' ની સાથે પણ ટાઇઅપ કરશે.