મુંબઇ: પ્રિયંકા ચોપરાએ તેના ઇસ્ટ્રાગ્રામ પર નિક સાથેનો ફોટો શેર કર્યો હતો.તો આ સાથે જ તેણે લખ્યું હતું કે, "છેલ્લા કેટલાક દિવસો અમે રંગોમાં રંગાયેલા છીએ. આ વખતે ભારતમાં નિકની પ્રથમ હોળી છે. બધાને હોળીની શુભેચ્છા ".
આ આગાઉ પ્રિયંકા અને નિકે ઇશા અંબાણીના ઘરે હોળી પાર્ટીમાં હાજરી આપી હતી. બન્નેએ ખુબ હોળી રમી. નિક પ્રિયંકાના કપડા સાફ કરતા જોવા મળ્યા હતા. અમેરિકન ગાયક નિક જોનસે પોતાની પત્ની પ્રિયંકા ચોપડા અને તેમના પ્રિય મિત્રોની સાથે ભારતમાં પહેલી વખત હોળી મનાવવા આવ્યો છે. નિકે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોળી સમારંભની ઉજવણીની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. પ્રિયંકાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટેટસ પર વીડિયો શેર કર્યો છે, જેમાં નિક પ્રિયંકાના ડ્રેસથી હાથ લૂછતો જોવા મળી રહ્યો છે આ વીડિયોના કેપ્શનમાં પ્રિયંકાએ લખ્યું કે ‘અહીં કોને ટોવેલની જરૂર છે...’