મુંબઈ: અભિનેત્રી પરિણીતી ચોપડાએ દેશભરમાં અનલોક1 અંતર્ગત જે છૂટ મળી છે. તેના વિશે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતાં લોકોને કહ્યું કે, સાવચેતી સાથે ઘરની બહાર નીકળવુ તેમજ જરૂર ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.
પરિણીતીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરતા લખ્યું, 'ઘણા લોકો કામ માટે કોઈ વિકલ્પ ન હોવાથી તે ઘરની બહાર નીકળી રહ્યા છે. જે લોકો પાસે ઘરે રહેવાનો વિકલ્પ છે, તો ઘરે જ રહો. બીજા માટે અને આપણા માટે તે હિતાવહ છે. અને જો તમારે બહાર નીકળવું હોય તો કૃપા કરીને સચેત રહીને નીકળો. અને જો તમે લોકો સાથે મુલાકાત કરો છો, તો તેમાં સાવચેતી રાખવી.
![અનલોક 1માં જરૂર વિના ઘરની બહાર ન નીકળવા, પરિણીતી ચોપરાએ કરી અપીલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10:21_7549120_parineeti.jpg)
વર્કફ્રન્ટની વાત કરીએ તો, પરિણીતી આગામી ફિલ્મ 'સંદીપ ઔર પિંકી ફરાર', 'સાઇના' અને હોલીવુડની ફિલ્મ 'ધ ગર્લ ઓન ધ ટ્રેન'ના રિમેકમાં જોવા મળશે.