મુંબઈઃ લોકડાઉન દરમિયાન અનેક સ્ટાર ગરીબોને અને જરૂરિયાતમંદનો મદદ કરી રહ્યાં છે. ત્યારે પારસ છાબડા અને માહિરા શર્મા તરફથી ગરીબોને ભાજન આપવામાં આવ્યું હતુ. જેને ભાનુશાલીએ પીઆર સ્ટંટ ગણાવ્યો હતો. જય ભાનુશાલીની આ કોમેન્ટ પર પારસ છાબડાને વળતો જવાબ આપ્યો છે.
એક ઈન્ટરવ્યુમાં પારસ છાબડાએ જણાવ્યું કે, 'બિગ બોસ એક એવું પ્લેટફોર્મ છેે, જેને અનેક લોકોને નામના આપી છે. બિગ બોસ 13ને સૌથી લોકપ્રિયતાનો અવોર્ડ પણ મળ્યો છે. એવામાં ઘણાં લોકોને આ વાત પચતી નથી. જે પણ લોકોને અવું લાગે છે કે અમે હાલ જે પણ કરી રહ્યાં છીએ તે એક દેખાડો છે, તે બિલકુલ ખોટી વાત છે.'
પારસે વધુમાં તેમણે કહ્યું કે, 'હું એકવાર ઘરની વસ્તુઓ લેવા બહાર ગયો હતો. તે દરમિયાન મે જોયું કે ગરીબ લોકોને અનેક સમસ્યાઓ થઈ રહી છે. જે લોકો રોજનું કમાઈન રોજ ખાઈ છે તે લોકો કેવી રીતે જીવી રહ્યાં છે તે જોયું. જે સ્થિતિ જોઈ મને લાગ્યું કે આ લોકોને ખરેખર મદદ કરવી જોઈએ. એવામાં અમે કોઈ પણ લોકોને મદદ કરીએ તો તેને સોશિયલ મીડિયા કેમ શેર ન કરીએ. હું લોકોને મદદ કરું છું તો તેનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીશ.'