ETV Bharat / sitara

ઓસ્કાર 2021: 'જલ્લીકટ્ટુ' આંતરરાષ્ટ્રીય શ્રેણીમાંથી બહાર, પરંતુ શોર્ટ ફિલ્મ 'બિટ્ટુ' હજુ પણ રેસમાં - 93માં એકેડેમી એવોર્ડ્સ

93માં એકેડેમી એવોર્ડમાં બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર કેટેગરીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી "જલ્લીકટ્ટુ" ઓસ્કારની રેસમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ શોર્ટ ફિલ્મ "બિટ્ટુ" બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ સેગમેન્ટનાં આગામી રાઉન્ડમાં પહોંચતા ભારત માટે હજુ પણ આશા જીવંત છે.

'જલ્લીકટ્ટુ' આંતરરાષ્ટ્રીય શ્રેણીમાંથી બહાર,

author img

By

Published : Feb 10, 2021, 2:08 PM IST

  • "જલ્લીકટ્ટુ" એ માઓવાદીઓ પર આધારિત લેખક હરીશની ટૂંકી વાર્તા
  • ઇન્ડિયન વુમન રાઇઝિંગ દ્વારા રજૂ કરાયેલી શોર્ટ ફિલ્મ 'બીટ્ટુ' હજુ પણ ઓસ્કારની રેસમાં
  • કોરોનાને કારણે આ વર્ષે 25 એપ્રિલનાં રોજ યોજાશે એવોર્ડ ફંક્શન

ન્યુ દિલ્હી: 93માં એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર કેટેગરીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી "જલ્લીકટ્ટુ" ઓસ્કારની રેસમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ શોર્ટ ફિલ્મ "બીટ્ટુ" આગળ વધતા દેશ હજુ પણ ઓસ્કાર માટેની રેસમાં યથાવત છે. એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ(AMPAS)એ બુધવારે જાહેરાત કરી હતી કે, ફિલ્મ નિર્માતા લિજો જોસ પેલિસરી દ્વારા નિર્દેશિત મલયાલમ ભાષાની ફિલ્મ "જલ્લીકટ્ટુ" એ શોર્ટલિસ્ટ કરાયેલી 15 ફિલ્મોનો ભાગ નથી. આ શ્રેણીમાં 93 દેશોની ફિલ્મ્સ પસંદ થઈ હતી. નોમિનેશન રાઉન્ડમાં, એકેડેમીનાં સભ્યોને 15 શોર્ટલિસ્ટેડ ફિલ્મો બતાવવામાં આવી હતી. જેને જોયા બાદ તેઓએ વોટિંગ કર્યું હતું.

6 સપ્ટેમ્બર 2019નાં રોજ પ્રીમિયર થઈ હતી જલીકટ્ટુ

એન્ટોની વર્ગીઝ, ચેમ્બન વિનોદ જોસ, સબ્યુમોન અબ્દુસમાદ અને સેંથી બાલચંદ્રન સ્ટારર "જલ્લીકટ્ટુ" એ માઓવાદીઓ પર આધારિત લેખક હરીશની ટૂંકી વાર્તા છે. આ ફિલ્મનું પ્રીમિયર 6 સપ્ટેમ્બર, 2019 ના રોજ ટોરન્ટો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. જેમાં તેને વ્યાપક પ્રશંસા મળી હતી. જેના કારણે તેને 93માં ઓસ્કાર એવોર્ડ્સ માટે પસંદ કરવામાં આવી હતી. જોકે, બીજા રાઉન્ડમાં જ તે બહાર ફેંકાઈ ગઇ છે.

મહિલા નિર્માતાઓનાં જૂથ દ્વારા રજૂ કરાઈ છે શોર્ટ ફિલ્મ 'બીટ્ટુ'

કરિશ્મા દેવ દુબે દિગ્દર્શિત ‘બીટ્ટુ’ એ ઓસ્કર માટે બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે. સત્ય ઘટના પર આધારિત, ‘બીટ્ટુ’ એ એક શોર્ટ ફિલ્મ છે જે બે છોકરીઓ વચ્ચેની ગાઢ મિત્રતા વિશે છે. જે શાળામાં થતા એક અકસ્માત પર આધારિત છે. ‘બિટ્ટુ’ ઇન્ડિયન વુમન રાઇઝિંગ (IWR) દ્વારા રજૂ કરવામાં આવી છે. IWRની સ્થાપના તાજેતરમાં જ ફિલ્મ નિર્માતાઓ એકતા કપૂર, ગુનીત મુંગા, તાહિરા કશ્યપ ખુરાના અને રૂચિકા કપૂરે કરી હતી. નિર્માતાએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "અત્યારે ભારતમાં સવારનાં 4:30 વાગ્યા છે. 'બિટ્ટુ' હવે 93માં એકેડેમી એવોર્ડ્સ માટે શોર્ટલિસ્ટ થયેલ છે. 'બિટ્ટુ' અને અમારી ટીમ આ માટે ખૂબ આભારી છે. નામાંકનનાં બીજા રાઉન્ડ સુધી પહોંચીએ તે માટે પ્રાર્થના કરો."

અગાઉ કઈ ભારતીય ફિલ્મોએ ઓસ્કારનાં નોમિનેશન મેળવ્યું હતું?

એકેડેમી એવોર્ડ માટેના અંતિમ નામાંકનોની ઘોષણા 15 માર્ચે કરવામાં આવશે. "જલ્લીકટ્ટુ" વિદેશી ફિલ્મની રેસમાંથી બહાર નીકળતાં ભારતે ફરી એકવાર અન્ય કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે.આ અગાઉ 2001 માં આશુતોષ ગોવારિકરની ફિલ્મ "લગાન" દ્વારા શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મની કેટેગરીમાં ટોપ-5માં સ્થાન મેળવ્યું હતું. આ સિવાય ભૂતકાળમાં "મધર ઇન્ડિયા" (1958) અને "સલામ બોમ્બે" (1989)એ પણ ટોપ-5માં સ્થાન મેળવ્યું હતું. વર્ષ 2019 માં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ અભિનિત ઝોયા અખ્તરની "ગલી બોય" પણ ઓસ્કરમાં ભારતની એન્ટ્રી હતી. કોરોના વાયરસને કારણે સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં યોજાતો એવોર્ડ સમારંભ આ વખતે 25 એપ્રિલના રોજ યોજાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.