ન્યૂઝ ડેસ્ક: 94માં અકાદમી એવોર્ડ (Osacar 2022) તેના સમાપન બાદ પણ ચર્ચામાં છે. જેનું કારણ છે, હોલિવૂડ એક્ટરલ વિલ સ્મિથે મંનોરંજનની દુનિયાનાનો સૌથી પ્રતિષ્ઠિત ગણાતા એવોર્ડ સમારોહમાં એક કોમેડિયનને ઓનસ્ટેજ પર થપ્પડ મારી દીધી હતી. આ સમાચાર પૂરી દુનિયામાં આગની જેમ ફેલાઇ ગયા હતા. સોશિયલ મીડિયા (Social Media) પર મીમ્સની ત્સુનામી આવી ગઇ છે. જો કે વિલ સ્મિતથને હવે તેના આ કૃત્ય પર પછતાવો છે અને તેને ક્રિસ રોકની માફી પણ માંગી લીધી છે. જેના લીધે આ કિસ્સો બન્યો હતો તેણે હવે આ મામલા પર પ્રતિક્રિયા આપી (Jeda Pinkete React On Oscar Thappad Case) છે.
જેડા પિંકેટે તોડ્યું મૌન: જેડા પિંકેટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ હવે તે થપ્પડ કાંડની જેમ વાયરલ થઈ રહી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે- 'આ હીંલિગની મોસમ છે અને તેથી હું અહીં છું.' જેડાની આ પોસ્ટને લોકો થપ્પડ કાંડના નજરીયાથી જોઇ રહ્યાં છે, જ્યારે આ ઘટનાએ આકાર લીધો તે દરમિયાન જેડાએ કોઇ રિએક્શન આપ્યું ન હતું.
આ પણ વાંચો: શનાયા કપૂરની આ તસવીરો જોઇને ચોકીં જશો
ક્રિસ રોકે કેમ કરી હતી આવી મજાક? ખરેખર એવોર્ડ શો દરમિયાન એક ગેધરિંગમાં ક્રિસ રોકે વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટની ટાલની મજાક ઉડાવી હતી. ક્રિસ રોકે ડેમી મૂરની ફિલ્મ 'GI જેન'1997નો ઉલ્લેખ કરતા કહ્યું હતું, "હવે Jeda 'GI Zen 2' માટે રાહ જોઈ શકતો નથી". આ દરમિયાન વિલ સ્મિથે તેનો આપો ગુમાવ્યો અને સ્ટેજ પર જઇ રોકને એક લાફો મારી દીધો હતો. જોકે તેણે પાછળથી તેના માટે માફી માંગી હતી.
જેડા પિંકેટને કોઈ રોગ છે? જેડા પિંકેટ એક સફળ હોલીવુડ અભિનેત્રી છે. હાલમાં તે એલોપેશીયા નામની બીમારીથી પીડિત છે. આ અંગે પિંકેટ 2018માં સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું. એલોપેશિયા રોગમાં લોકોના વાળ ઝડપથી ખરવા લાગે છે અથવા એમ કહી શકાય કે આ રોગમાં વાળ ગુચ્છાની જેમ ખરવા લાગે છે. જો કે, લોકોના રોજના 50 થી 100 વાળ ખરતા હોય છે. એલોપેસીયા એ ઓટો ઇમ્યુન રોગ છે. આ રોગમાં શરીરના દરેક ભાગમાં વાળ ખરવા લાગે છે.
આ પણ વાંચો: IAS ટોપર ટીના ડાબીનો ગ્લેમરસ લુક, તેની સુંદરતા કોઈ અભિનેત્રીથી ઓછી નથી