મુંબઇઃ બૉલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ અહૂજાના લગ્નને આજે (8 મે) બે વર્ષ પુરા થયા છે. લોકડાઉનને કારણે આ કપલ ઘરમાં સેલિબ્રેશન કરી રહ્યા છે.
આ ખાસ પ્રસંગે સોનમ કપૂરે પોતાના સોશિયલ મીડિયા પર આનંદ સાથેનો 4 વર્ષ જૂનો એક ફોટો શેર કરતા પોતાના દિલની વાત કરી હતી.
સોનમે પતિ માટે લખ્યું કે, આ આપણી બંનેનો સાથેનો પહેલો ફોટો છે. 4 વર્ષ પહેલા હું આ વ્યક્તિને મળી હતી, જે જટિલ યોગાને ખૂબ જ સરળ બનાવતો હતો. જે બિઝનેસની વાતો ખૂબ જ સરળતાથી કરતો હતો. તે ઉપરાંત તે અવિશ્વસનીય રુપે તેને ખૂબ જ શાંત પણ લાગતો હતો.
સોનમે આગળ લખ્યું કે, તમારી કરુણા, દયાળુ, ઉદારતા અને સ્માર્ટનેસના તો શું વખાણ કરું... આ ચાર વર્ષોમાં મારી સાથે હંમેશા રહેવા માટે તમારો આભાર...
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સોનમે એમ પણ લખ્યું કે, તે જાણે છે કે, તે પોતાના પતિને સૌથી વધુ પ્રેમ કરે છે અને એમ પણ જાણે છે કે, તે પણ દુનિયામાં તેને સૌથી વધુ પ્રેમ કરે છે.
વધુમાં જણાવીએ તો આનંદ કપડાંની બ્રાન્ડ ધરાવે છે અને તે સહ-સ્થાપક પણ છે.
તેમની લવ સ્ટોરી વિશે વાત કરીએ તો સોનમ અને આનંદની વાતચીત ફેસબુક અને સ્નેપચેટ પર થઈ હતી.
બે મહિના પછી, બંનેએ મળવાનું નક્કી કર્યું અને પહેલી ડેટમાં જ સોનમ સમજી ગઈ કે તેમનેે આનંદ સાથે જીવન વિતાવવું છે.
સોનમે તેની પહેલી ડેટ વિશે જણાવ્યું છે. તેણે કહ્યું હતું કે 'મેં તે દિવસે ખૂબ ખરાબ સ્નીકર્સ પહેર્યા હતા. હું તેમને કહું છું કે, મારા ખરાબ સ્નીકર્સ જોયા પછી પણ તમે મારા પ્રેમમાં પડ્યા છો.