નવી દિલ્હી: ભારતમાં નાના પડદાના દર્શકો માટે આ લોકડાઉન એક રીતે જીવાઇ ગયેલી જીંદગીને ફરી માણવાનો અનુભવ હતો. આ સમય દરમિયાન લોકોએ 'રામાયણ', 'મહાભારત', 'ઓફિસ ઓફિસ' 'બુનિયાદ', 'દેખ ભાઇ દેખ', 'હમપાંચ' જેવા ઘણા જુના કાર્યક્રમોની મજા માણી, તો આજની નવી પેઢીને પણ ભારતના પૌરાણિક પાત્રો અને તેમની જીવનગાથામાં રસ લેતા કર્યા. જે રીતે 80ના દાયકામાં 'મહાભારત'ની શરૂઆતમાં આવતા 'મૈં સમય હૂં....'ના બુલંદ અવાજ સાથે સમગ્ર દેશની જનતા બધા કામ પડતા મુકી ટીવી સામે ગોઠવાઇ જતા તે તમામ દ્રશ્યો ફરી એકવાર જોવા મળ્યા.
-
WORLD RECORD!!
— Doordarshan National (@DDNational) April 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Rebroadcast of #Ramayana on #Doordarshan smashes viewership records worldwide, the show becomes most watched entertainment show in the world with 7.7 crore viewers on 16th of April pic.twitter.com/hCVSggyqIE
">WORLD RECORD!!
— Doordarshan National (@DDNational) April 30, 2020
Rebroadcast of #Ramayana on #Doordarshan smashes viewership records worldwide, the show becomes most watched entertainment show in the world with 7.7 crore viewers on 16th of April pic.twitter.com/hCVSggyqIEWORLD RECORD!!
— Doordarshan National (@DDNational) April 30, 2020
Rebroadcast of #Ramayana on #Doordarshan smashes viewership records worldwide, the show becomes most watched entertainment show in the world with 7.7 crore viewers on 16th of April pic.twitter.com/hCVSggyqIE
લોકડાઉનના પગલે જ્યારે મુંબઇ ફિલ્મસીટી તથા અનેક આઉટડોર લોકેશન્સ પરના શૂટિંગ શિડ્યુલ રદ થયા છે ત્યારે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં TRPની પકડ જાળવી રાખવા દૂરદર્શન સહિતની અનેક પ્રાઇવેટ ચેનલો તેમના જૂના ક્લાસિક ગણાતા કાર્યક્રમો પુન: પ્રસારિત કરી રહી છે.
રામાનંદ સાગરની પ્રખ્યાત સીરિયલ 'રામાયણ'એ તો આ સમયગાળા દરમિયાન તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દૂરદર્શન દ્વારા કરવામાં આવેલી એક ટ્વીટ મુજબ, ગત 16 એપ્રિલે તે 7.7 કરોડ દર્શકો સાથે વિશ્વભરમાં સૌથી વધુ વખત જોવાયેલો કાર્યક્રમ બની ગયો હતો.
મોટાભાગે કોઇપણ ટેલિવિઝન ધારાવાહિક કે કાર્યક્રમ એકવાર પ્રખ્યાત થાય પછી લાંબા સમય સુધી તેનું પ્રભુત્વ જળવાઈ રહેતુ હોય છે. દર્શકો ફરીને ફરી તે ધારાવાહિક જોવા માંગતા હોય છે, કારણકે તે તેમને જૂના સમયની યાદ અપાવે છે. લોકપ્રિય હોલીવૂડ ધારાવાહિકો 'ફ્રેન્ડ્સ' અને 'ધ ઓફિસ' આ વાતની સાક્ષી પુરે છે.
હાલ ટીવી પર 'તારક મહેતા કા ઉલટા ચશ્મા', 'મન કી આવાઝ પ્રતિજ્ઞા', 'બાલિકા બધુ', 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ', 'હમ પાંચ', 'ઝી હોરર શો', 'આહટ', 'સુપર ડાન્સ: ચેપ્ટર 3', 'સીઆઈડી' અને 'સુપરસ્ટાર સિંગર' જેવા ઘણા પ્રોગ્રામ ફરીથી પ્રસારિત થઈ રહ્યા છે.