મુંબઇ: અભિનેત્રી નુસરત ભરૂચા ટૂંક સમયમાં વર્ચ્યુઅલ સિરીઝ શરૂ કરશે. જ્યાં તે જીવલેણ કોરોના વાઇરસથી દર્દીઓને બચાવવા માટે રાત-દિવસ મહેનત કરી રહેલા ડૉક્ટરો સાથે વાત કરતી જોવા મળશે.
નુસરતે કહ્યું, "તેમની સાથે વાત કરીને, હું તેમને એવું અનુભવવા માંગું છું કે તેઓ એકલા નથી. તે આપણા માટે જે કરે છે તેના માટે અમે ખૂબ આભારી છીએ. હું ગમે તે રીતે તેમની મદદ કરીશ. તેમનો પણ એક પરિવાર છે, તેમ છતાં આવા મુશ્કેલ સમયમાં તે પોતાનો કામ કરી રહ્યા છે."
તેમણે ઉમેર્યું કે, "મને ખાતરી છે કે મારો આ પ્રયાસ તેમને ખુશી આપશે. હું ફક્ત તેમની સામે જઈશ અને તેઓ શું કરવા માંગે છે તે વિશે વાત કરીશ. હું તેમને ખુશ કરવાનો પ્રયાસ કરીશ તે આ સમયમાં પણ સત્તત કામ કરી રહ્યા છે. તેમની પાસે હું બસ થોડો વિરામ આપવા માંગું છું."
વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો નુસરત મરાઠી હોરર ફિલ્મ "લાપાચાપી"ના હિન્દી રિમેકમાં કામ કરશે.