- ફાતિમા સના શેખ બની કોવિડનો શિકાર
- ફાતિમા સના શેખનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ
- ફાતિમાએ ખુદ સોશિયલ મીડિયા પર માહિતી આપી
મુંબઈ: કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોવિડની રસી આવી હોવા છતાં પણ લોકો કોવિડનો શિકાર બની રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ઘણા સેલેબ્સ પણ કોવિડનો શિકાર બન્યા છે. ત્યારે હવે ફાતિમા સના શેખ પણ આ લિસ્ટમાં આવી ગયા છે.
આ પણ વાંચો: પ્રખ્યાત સિંગર કુમાર સાનુ કોરોના સંક્રમિત
ફાતિમાએ લખ્યું કે, મેં કોવિડ ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
એક તરફ જ્યારે દરેક લોકો ધામધૂમથી હોળીની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ફાતિમાના ચાહકો માટે માઠા સમાચાર આવ્યા છે. ફાતિમાએ ખુદ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. સોશિયલ મીડિયા પર ચાહકોને અપડેટ આપતી વખતે ફાતિમાએ લખ્યું કે, મેં કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હમણાં હું ઘરે છું અને મારી સંભાળ લઈ રહી છું. તમારી બધી પ્રાર્થનાઓ અને પ્રેમ બદલ આભાર.
આ પણ વાંચો: અનુપમ ખેરના પરિવારમાં કોરોના, માતા-ભાઈ સહિત 4 સભ્યો કોરોના પોઝિટિવ