ETV Bharat / sitara

Nora Fatehi To Be ED Witness : સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં નોરા ફતેહી ED ની સાક્ષી બનશે - નોરા ઉતેહી ઈડીની સાક્ષી બનશે

બોલીવુડ અભિનેત્રી નોરા ફતેહી 2017થી દિલ્હીની તિહાર જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ ચાલી રહેલા કેસમાં ED કાર્યવાહીની સાક્ષી (Nora Fatehi To Be ED Witness ) બનશે.

Nora Fatehi To Be ED Witness : સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં નોરા ફતેહી ED ની સાક્ષી બનશે

author img

By

Published : Dec 22, 2021, 7:13 PM IST

ન્યૂઝ ડેસ્કઃ બોલીવુડ અભિનેત્રી નોરા ફતેહી 2017થી દિલ્હીની તિહાર જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ ચાલી રહેલા કેસમાં કાર્યવાહીની સાક્ષી (Nora Fatehi To Be ED Witness) બનશે. ચેન્નાઈમાં એક ઈવેન્ટમાં ઠગ સુકેશ ચંદ્રશેખરની પત્ની લીનાના કાર્યક્રમમાં જવાના બદલામાં નોરાને BMW કાર અને આઈફોન ભેટમાં આપવામાં આવ્યો હતો. હવે નોરા આ સમગ્ર કેસમાં સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar money laundering case) વિરુદ્ધ સાક્ષી તરીકે હાજર થવા જઈ રહી છે.

નોરાએ EDને શું કહ્યું હતું

નોંધનીય છે કે સુકેશ ચંદ્રશેખરની 200 કરોડની છેતરપિંડીના કેસમાં (Sukesh Chandrasekhar money laundering case) EDએ તાજેતરમાં નોરા ફતેહીની પૂછપરછ કરી હતી. આ દરમિયાન નોરાએ પોતાના પર લાગેલા તમામ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતાં. નોરાએ જણાવ્યું હતું કે સુકેશ તરફથી એક ઈવેન્ટમાં જવાના બદલામાં તેને BMW કાર અને આઈફોન ગિફ્ટ કરવામાં આવ્યાં હતાં. હવે નોરાને આ કેસમાં સરકારી સાક્ષી (Nora Fatehi To Be ED Witness) તરીકે રજૂ કરવામાં આવશે.

ED ભેટો જપ્ત કરશે

સૂત્રોના જણાવ્યા અનુસાર ED સુકેશની પત્ની લીના દ્વારા અભિનેત્રી નોરા ફતેહીને ભેટમાં આપેલી BMW કાર પણ જપ્ત કરવા જઈ રહી છે. ED સૂત્રોએ એ પણ જણાવ્યું કે 'જેકલીને અમને કહ્યું કે તે સુકેશના બેકગ્રાઉન્ડ વિશે જાણતી નથી અને અભિનેત્રી અમને સુકેશ દ્વારા આપવામાં આવેલી તમામ ભેટો જપ્ત કરવામાં મદદ કરી રહી છે.' આ પ્રક્રિયા પીએમએલએની કલમ 5 હેઠળ પૂર્ણ (Nora Fatehi To Be ED Witness) કરવામાં આવશે.

ED ના સૂત્રોએ કરી પુષ્ટિ

સૂત્રોએ એ વાતની પણ પુષ્ટિ કરી છે કે ED ટૂંક સમયમાં જ બંને અભિનેત્રીઓને આપવામાં આવેલી ભેટો જપ્ત કરવાની હતી પરંતુ ચાર્જશીટ દાખલ થવાને કારણે કામમાં વિલંબ થયો. સૂત્રોએ જણાવ્યું, “અમે પિંકી ઈરાની નામની મહિલાની ધરપકડ કરી છે, જેનો ચાર્જશીટ તૈયાર કરવામાં અને તેનું નિવેદન લેવામાં સમય વેડફાયો હતો.

આ પણ વાંચોઃ 200 કરોડની વસૂલાત મામલે નોરા ફતેહીને EDનું તેડું, કરાઈ રહી છે પૂછપરછ

અગાઉ EDની પૂછપરછ દરમિયાન જેકલીને કહ્યું હતું કે તેની બહેને સુકેશ પાસેથી 1.50 લાખ ડોલરની લોન લીધી હતી. EDને આપેલા તેમના તાજેતરના નિવેદનમાં સુકેશ ચંદ્રશેખરે (Sukesh Chandrasekhar money laundering case) ખુલાસો કર્યો કે તેણે જેકલીનના ખાતામાં 1.80 લાખ ડોલર ટ્રાન્સફર કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુકેશે જેકલીનને 500 કરોડના બજેટવાળી ફિલ્મ પ્રોડ્યુસ કરવાની લાલચ આપી હતી, જેમાં તે અભિનેત્રીને ફીમેલ સુપરહીરો તરીકે બતાવવા માગતો હતો.

આ પણ વાંચોઃ Money Laundering Case against Jacqueline: સુકેશ ચંદ્રશેખરનો EDને દાવો, જેકલીન ફર્નાન્ડીઝ ખોટી છે, મેં 1.80 લાખ ડોલર આપ્યા

શું છે 200 કરોડની છેતરપિંડીનો મામલો?

સુકેશ ચંદ્રશેખર નામનો ઠગ રાજધાની દિલ્હીની તિહાર જેલમાં 2017થી સજા કાપી રહ્યો છે. તેણે પ્રખ્યાત ફાર્માસ્યુટિકલ કંપની રેનબેક્સીના ભૂતપૂર્વ પ્રમોટરની પત્ની સાથેે જેલમાં રહીને રૂ. 200 કરોડની છેતરપિંડી કરી હતી. વાસ્તવમાં મામલો એ હતો કે ફાર્મા કંપનીના પૂર્વ પ્રમોટર જેલમાં હતાં. તેમને જેલમાંથી બહાર લાવવાના બદલામાં સુકેશે તેની પત્ની અદિતિસિંહને કંપનીની હોમ સેક્રેટરી તરીકે ફસાવી હતી. સુકેશે ગૃહમંત્રી અમિત શાહ સુધી પોતાની પહોંચની વાત કરીને પછી 200 કરોડ રૂપિયાની માગણી કરી હતી. અદિતિસિંહે તેની વાતોમાં આવીને સુકેશને 200 કરોડ રૂપિયા ટ્રાન્સફર (Sukesh Chandrasekhar money laundering case) કરી દીધાં હતાં. આ કેસમાં જેકલીન અને નોરા (Nora Fatehi To Be ED Witness) પણ ઇડીની વરુણીમાં ફસાઇ ગઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.