- નોરા ફતેહીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા ફોટો
- વીડિયોમાં નોરાએ બતાવી કિલર અદાઓ
- Bhuj: The Pride of Indiaમાં જોવા મળશે નોરાનો અભિનય
ન્યૂઝ ડેસ્ક (Bollywood News) : નોરા ફતેહી (Nora Fatehi)એ ઈન્સ્ટાગ્રામ પર 2 પોસ્ટ શેર કરી છે જેમાં તે હંમેશની જેમ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે અને તેના ફેન્સ પણ તેના આ કિલર અવતારને ભરપૂર લાઈક્સ અને કમેન્ટ્સ આપી વાયરલ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર તે પોતાના ડાન્સ મૂવ્સ શેર કરતી હોય છે, પરંતું તેણે બ્લેક એન્ડ વ્હાઈટ Tie-Die ડ્રેસમાં શેર કરાયેલા ફોટો અને વીડિયોએ ફેશન લવર્સનું ધ્યાન આકર્ષ્યુ છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: Nora Fatehi: ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ મૂવ્ઝ, વિઝકિડના 'વન ડાન્સ' પર લગાવ્યા ઠુમકા
Tie-Die ડ્રેસમાં નોરાનો સ્ટનિંગ લૂક
નોરાનો આ બ્લેક એન્ડ વ્હાઈટ Tie-Die ડ્રેસ ટર્ટલ નેક ધરાવે છે અને તેને ફૂલ સ્લિવ ગ્લવ્ઝ છે. એક્સેસરિઝમાં એક માત્ર રિંગ પહેરી તેણે ફેશનને નવી પરિભાષા આપી છે. Tie-Die ડ્રેસ સાથે કર્લ કરયેલા વાળ તેનો આ ટ્રેન્ડીગ Tie-Die લૂકને પરફેક્ટ બનાવે છે. સાથે જ તેની આકર્ષક અદાઓ તેના આ લૂકને સાચો અર્થ આપતી હોય તેવું લાગી રહ્યું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: Poster Release: અજય દેવગને શેર કર્યું "ભૂજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા" ફિલ્મનું મોશન પોસ્ટર
Bhujમાં જોવા મળશે નોરાનો અભિનય
વર્ક ફ્રન્ટની વાત કરીયે તો, નોરા હાલ Bhuj: The Pride of India ના ટ્રેલરથી બોલિવૂડમાં ચર્ચાનો વિષય બની રહી છે, તેના અભિનયના ક્રિટીક દ્વારા ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે. ટ્રેલર બાદ તેના ફેન્સમાં હવે તેની ફિલ્મ Bhuj: The Pride of Indiaમાં તેનો અભિનય જોવાની ઉત્સુકતા જણાય રહી છે. જેથી કહી શકાય કે આગામી દિવસોમાં નોરા હવે માત્ર તેના ડાન્સ મૂવ્ઝથી જ નહિં પરંતુ તેની એક્ટિંગથી પણ તેના ફેન્સના દિલ પર રાજ કરી શકે છે.