પટના: નીતીશ કુમારે સુશાંતસિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. સોમવારે વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન તમામ પક્ષોએ મળીને સરકાર પાસેથી સીબીઆઈ તપાસની માંગ કરી હતી. જો કે, મુંબઈ પોલીસની સાથે પટના પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે. આ સાથે સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી પણ કરવામાં આવશે.
આ સાથે જ સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં તપાસ માટે મુંબઇ ગયેલી પટના પોલીસે 3 લોકોની પૂછપરછ પણ કરી છે. આ દરેકના નિવેદન નોંધવામાં આવ્યાં છે. આ જ સમયે પટના વિસ્તારના આઈજી સંજયસિંહે સિટી એસપીને ક્વોરેન્ટાઇન કર્યા સામે કડક વાંધો ઉઠાવ્યો છે, જે પોલીસ તપાસમાં મદદ કરવા ગયા હતાં.