મુંબઇઃ સલમાન ખાને સોમવારે પોતાનું નવું ટ્રેક 'પ્યાર કરોના' રિલીઝ કર્યું છે, જે કોરોના વાઇરસ પર આધારિત છે. કોરોના વાઇરસ મહામારી પર આધારિત આ ટ્રેકમાં સલમાને રૈપની સાથે ગીત ગાયું છે અને સમજાવ્યું છે કે, કોવિડ 19થી બચવા માટે લોકોએ થોડા સેલ્ફિશ થઇને ઘરમાં રહેવાની જરુર છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા પર નવું ટ્રેક રિલીઝ થયાની માહિતી આપી હતી અને પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં લખ્યું કે, તેમણે રિલીઝ અનાઉન્સમેન્ટની સાથે સોન્ગની નાની ઝલક પણ રજૂ કરી હતી અને લખ્યું કે, 'ઇમોશનલી નજીક રહો અને ફિઝિકલી દૂર રહો ના... # પ્યારકરોના, ઑડિયો રિલીઝ. @thesajidwajid @adityadevmusic @hussain.dalal @believe_india #स्टेहोमस्टेसेफ #लॉकडाउन #न्यूम्यूजिक #इंडियाफाइट्सकोरोना.'
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ ગીતના લિરિક્સ સલમાન ખાને અને હુસૈન દલાલે લખ્યા છે અને તેને હિટ સંગીતકાર સાજિદ-વાજિદની જોડીએ કંપોઝ કર્યું છે.
સલમાન ખાને પહેલા પણ કેટલાય બૉલિવૂડ સેલેબ્સની સાથે મળીને કોરોના વાઇરસની વચ્ચે લોકોને કોવિડ 19 સામે જાગૃતતા ફએલાવા માટે કેટલાય ટ્રેક્સ લૉન્ચ કર્યા હતા. જેમાં સૌથી ખાસ 'મુસ્કુરાયેગા ઇન્ડિયા' હતું, જેમાં અક્ષય, કૃતિ સેનોન, આયુષ્માન ખુરાના જેવા સ્ટાર્સનો સમાવેશ હતો.