- ટીવીની દુનિયામાં બીજો નવો કોમેડી શો
- નવા કોમેડી શોના કેટલાક દ્રશ્યો પણ શૂટ કરવામાં આવ્યા
- વી પર પહેલાથી જ બે કોમેડી શો ચાલી રહ્યા છે
મુંબઈ: ટીવીની દુનિયામાં બીજો નવો કોમેડી શો આવી રહ્યો છે અને આ કોમેડી શો લાવી રહ્યા છે. જેમનું નામ હંસતે રહો વિથ રાજુ શ્રીવાસ્તવ છે. રાજુ શ્રીવાસ્તવના આ નવા કોમેડી શોની જાહેરાત મુંબઈની એક હોટલમાં કરવામાં આવી હતી. આ નવા કોમેડી શોના કેટલાક દ્રશ્યો પણ શૂટ કરવામાં આવ્યા હતા.
નવા કોમેડી શોમાં ભારતની સંસ્કૃતિ બતાવશે
રાજુ શ્રીવાસ્તવે જણાવ્યુ કે, આ સમયે ટીવી પર પહેલાથી જ બે કોમેડી શો ચાલી રહ્યા છે. જે એકદમ હિટ છે, પરંતુ અમારો શો તેમનાથી સંપૂર્ણપણે અલગ હશે. આજના કોમેડી શોમાં ભારતીય સંસ્કૃતિ બતાવવામાં આવી રહી નથી. આજકાલ માત્ર સિટી કોમેડી બતાવવામાં આવે છે. પરંતુ, અમારા આ નવા કોમેડી શોમાં અમે ભારતની સંસ્કૃતિ બતાવીશું. ગામ બતાવીશું, ગામનો પોશાક બતાવીશું. જે બાકીના કોમેડી શોથી સંપૂર્ણપણે અલગ અને નવી શૈલીમાં હશે.
કપિલ દર્શક હતો અને આજે તે પોતે આ શો કરી રહ્યો છે
રાજુ શ્રીવાસ્તવ સિવાય અન્ય ઘણી કોમેડી સેલિબ્રિટીઝ આ શોનો ભાગ બનવા જઈ રહી છે. રાજુ શ્રીવાસ્તવે કહ્યું કે, અમારી કોઈ સાથે કોઈ સ્પર્ધા નથી, કારણ કે કોમેડી શો કરનારા બાકીના લોકો પણ અમારા મિત્રો છે. હસ્તે રહો વિથ રાજુ શ્રીવાસ્તવ કોમેડી શોમાં તમને ગજોધર ભૈયા, લાલુ યાદવ, મુલાયમ સિંહ યાદવ અને અમિતાભ બચ્ચન સાથે રાહુલ ગાંધીની શૈલીમાં કોમેડી પણ જોવા મળશે. જ્યારે કપિલ શર્મા વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાજુ શ્રીવાસ્તવે કહ્યું કે એક સમયે કપિલ અમારા શોનો દર્શક હતો અને આજે તે પોતે આ શો કરી રહ્યો છે.
આ પણ વાંચો: રણવીર સિંહ નાના પડદે કરશે ડેબ્યૂ, હોસ્ટ કરશે નવો ગેમ શો
વિકાસ પ્રોડક્શનના બેનર હેઠળ કોમેડી શોનું નિર્માણ
વિકાસ પ્રોડક્શનના બેનર હેઠળ કોમેડી શોનું નિર્માણ થઈ રહ્યું છે. સરલા અશોક સરોગી અને રાહુલ શર્મા દ્વારા નિર્મિત આ શોના નિર્દેશક તેમજ મુખ્ય અભિનેતા રાજુ શ્રીવાસ્તવ છે. રાજુ શ્રીવાસ્તવે કહ્યું કે, બહુ જલદી અમારા દર્શકો ટીવી પર જોઈ શકશે.
આ પણ વાંચો: કોમેડી શો પસંદ કરનારા પ્રેક્ષકો માટે સારા સમાચાર, વધુ ત્રણ કોમેડી શોનું શૂટિંગ શરૂ