મુંબઇ: કોરોના વાઇરસના પ્રસારને કોરવા માટે ચાલી રહેલા લોકડાઉનમાં બધા જ લોકો પોતાના ઘરે છે. ઘર પર કામ કરનાર લોકોને પણ રજા આપી દેવામાં આવી છે, તેથી બધુ કામ જાતે જ કરવું પડી રહ્યું છે. બોલીવૂડ અભિનેતા નીલ નિતિન મુકેશની પત્ની રૂક્મિની પણ આ સમય દરમિયાન ઘરનું તમામ કામ જાતે જ કરી રહી છે. આ જોઇ અભિનેતાએ તેની પત્નિ માટે જાતે જ કોફી બનાવી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
નિતિને ઇન્સ્ટ્રાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ડાલ્ગોના કોફીના કપ સાથે જોવા મળી રહ્યો છે. આ સાથે જ કેપ્શનમાં તેણે લખ્યું કે, જો કે તે રોજ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર બનાવે છે. તેથી મેં વિચાર્યું કે, હું આ બનાવી હું તેને સરપ્રાઇઝ આપું....ડાલ્ગોના કોફી એક નવો ક્રેઝ છે મિત્રો...
વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું કે, મારી પત્નિ અમારી નૂર્વી, તેની નાની અને સમગ્ર પરિવારનું ધ્યાન રાખે છે. તે કોઇ પણ મદદ વગર ઘરનું કામ જાતે જ કરે છે. તે રોજે જમવાનું બનાવે છે. હું તેના માટે અટલું તો કરી જ શકું છું.