મુંબઈઃ વર્તમાન સમયના લોકપ્રિય અને પ્રસિદ્ધ ગાયકોની વાત કરવામાં આવે ત્યારે સૌથી પહેલા નેહા કક્કરનું નામ આવે છે. હાલ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં નેહા કક્કરને હિટ મેકિંગ મશીન પણ કહેવાય છે. તેમની પાસે ખાસ ટચ છે. તે જે પણ ગીત ગાય છે, તે એક ચાર્ટબસ્ટર હોય છે. હવે નેહા જાની સાથે મ્યૂઝિક વીડિયો 'જીનકે લિયે'માં કામ કરશે. ભૂષણ કુમારની ટી-સિરીઝ દ્વારા નિર્મિત હાર્ટબ્રેક ટ્રેકમાં નેહા અને જાનીને પહેલીવાર સ્ક્રીન પર રજૂ કરવામાં આવ્યા છે.
‘જીન કે લિયે’ જાનીના આલ્બમ 'જાની વે'નો ભાગ છે, જેમાં સાત ગીતો છે. 'પછતાઓગે' પછી આ બીજું ગીત છે જે સિંગલ રજૂ થવાનું છે.
'પછતાઓગે' પણ ખૂબ હિટ સાબિત થયુ હતું. આ ગીતમાં નોરા ફતેહી અને વિકી કૌશલ જોવા મળ્યા હતા અને તેને અરિજીત સિંહે તેમના અવાજથી સજાવ્યુ હતું. આ ગીત વર્ષ 2019માં સૌથી વધારે જોવાયું હતું અને દર્શકોનો પણ ખૂબ સારે પ્રતિસાદ રહ્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
'પછતાઓગે'ની સફળતાને આગળ વધારતા ‘જીનકે લિયે’ સાથે જાની એક નવું સોન્ગ લાવી રહ્યો છે અને આ વખતે નેહા કક્કર પણ તેના અવાજથી સૂર આપશે. જે બધાના દિલની ધડકન બની જશે.
નેહા કક્કરે કહ્યું, "મેં જાની સાથે પહેલા પણ કેટલાક સોન્ગમાં કામ કર્યું છે અને તે ખરેખર પ્રતિભાશાળી કલાકાર છે. હું જાનીની કલાની મોટી ચાહક છું. તેની રચના અને સોન્ગઝ બધાના દિલને સ્પર્શ કરી જાય છે. જ્યારે તેઓએ મને ‘જીનકે લિયે’વિશે કહ્યુ તો હું તરત જ તેના માટે સંમત થઈ ગઈ.
નેહાએ કહ્યું કે, "જાની સાથે શૂટિંગ ખૂબ જ સારું હતું. આ અમે બંન્નેએ પહેલો મ્યુઝિક વીડિયો સાથે કર્યો છે. ટી-સિરીઝે હંમેશાં મને સાથ આપ્યો છે અને તે મારા માટે એક પરિવારની જેમ છે. અમે બન્નેએ હંમેશાં ચાર્ટબસ્ટર્સ આપ્યા છે અને મને ખાતરી છે કે, અમારા ચાહકોને ‘જીનકે લિયે’ પણ પસંદ આવશે. એ સિવાય મારા પર ભરોસા કરવા અને આ પરિયોજનાનો હિસ્સો બનાવા માટે ભૂષણ સરનો આભાર વ્યક્ત કરૂં છૂં.”
જાનીએ કહ્યું, "જયારે મેં આ ગીત લખ્યું હતું ત્યારે જ હું ઈચ્છતો હતો કે, આ સોન્ગ નેહા દ્વારા જ ગાવામાં આવે. તેણી હંમેશાં દરેક સોન્ગમાં પોતાની અનોખી પ્રતિભા ઉમેરતી હતી. આ બ્રેકઅપ સોન્ગ છે, કંઈક એવું જે આપણે બધાએ આપણા જીવનમાં અનુભવ્યુ હશે.
તેમણે કહ્યું, 'આ મારી કેમેરા સામે પ્રથમ તક છે અને તે બધુ ભૂષણ સરના કારણે છે. કલાકારોનો ઉપયોગ બેકગ્રાઉન્ડમાં થાય છે અને અમારામાંથી બહુ ઓછાને દુનિયા સમક્ષ પોતાની પ્રતિભા રજૂ કરવાની તક મળે છે. ભૂષણ સર મને આ માટે પર્યાપ્ત માનતા હતા. હું ખૂબ ખુશી અને પ્રશંસા અનુભવું છું. જેના માટે ખરેખર આભારી છું.
જણાવી દઈએ કે, બી પ્રૈકે ‘જીનકે લિયે’ સંગીત નિર્દેશિત કર્યું છે. જાનીએ લખ્યું છે અને કમ્પોઝ કર્યું છે અને અરવિન્દ્ર ખૈરાએ વીડિયો ડાયરેક્ટ કર્યો છે. 'જીનકે લિયે' ટૂંક સમયમાં ટી-સિરીઝ યૂ-ટ્યુબ ચેનલ પર રિલીઝ થશે.