ETV Bharat / sitara

નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આપશે અભિનેતાને તલાક, વોટ્સએપ પર મોકલી નોટિસ

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ તલાક માટે અરજી કરી છે, જેનું કારણ તેમને પતિ સાથેનો અણબનાવ હોવાનું જણાવ્યું છે.

નવાઝુદ્દી સિદ્દીકી
નવાઝુદ્દી સિદ્દીકી
author img

By

Published : May 19, 2020, 10:36 AM IST

મુંબઈ: અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ તલાક માટે અરજી કરી છે, જેનું કારણ તેમને પતિ સાથેનો અણબનાવ હોવાનું જણાવ્યું છે. નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ અભિનેતા સામે ગંભીર આરોપ લગાવતા તલાક માટેનો કેસ દાખલ કર્યો છે.

અહેવાલો અનુસાર, આલિયાએ તેને જાળવણીની રકમ મેળવવા માટે નોટિસ મોકલી છે. તેમના વકીલે મીડિયાને જણાવ્યું હતું કે, અભિનેતાએ હજુ સુધી નોટિસનો જવાબ આપ્યો નથી, જેને 7 મેના રોજ ઇમેઇલ અને વોટ્સએપ દ્વારા મોકલવામાં આવ્યો હતો.

વકીલે કહ્યું કે, 'હા, એ વાત સાચી છે કે, અમે નવાઝુદ્દીન સિદ્દીકીને કાનૂની નોટિસ મોકલી છે. 7 મે, 2020 ના રોજ શ્રીમતી આલિયા સિદ્દીકી વતી નોટિસ પાઠવવામાં આવી હતી. કોવિડ -19 ને કારણે, સ્પીડ પોસ્ટ પરથી નોટિસ મોકલી શકાઈ નહોતી. જેથી ઇમેઇલ અને વોટ્સએપ દ્વારા પણ મોકલવામાં આવી હતી.

અમારી અસીલ શ્રીમતી સિદ્દીકીએ પણ વોટ્સએપ પર એક નોટિસ મોકલી છે. જોકે, સિદ્દીકીએ હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ''

વકીલે આગળ વાત કરતાં કહ્યું હતું કે, 'મને લાગે છે કે તેઓ નોટિસની અવગણના કરી રહ્યાં છે.

નોંધનીય છે કે, આ આરોપો ગંભીર અને સંવેદનશીલ છે જે સિદ્દીકી અને તેમના પરિવાર પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.

જ્યારે આલિયાને અલગ થવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ' એક કારણ નથી ઘણા કારણો છે. અને આ બધા કારણો ખૂબ ગંભીર છે. નવાઝ અને મારી વચ્ચેની સમસ્યાઓ અમારા લગ્નના એક વર્ષ પછી, 2010 ની છે. હું બધું સંભાળી રહી હતી. પરંતુ હવે પરિસ્થિતી હદ વટાવી ચૂકી છે.

નવાઝુદ્દીન અને આલિયાનાં લગ્નને 10 વર્ષ થયાં છે . તેઓ બે બાળકોનાં માતા-પિતા છે. વર્ષ 2017 માં લગ્નજીવનમાં અણબનાવના સમાચાર પણ મળ્યા હતા, પરંતુ તે સમયે કપલે છૂટાછેડાની વાતને નકારી હતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.