ETV Bharat / sitara

નવાઝુદ્દીન સિદ્દીકીએ પત્ની આલિયાને મોકલી કાનૂની નોટિસ - આલિયા

બોલીવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીએ તેના પર 'છેતરપિંડી', 'ઇરાદાપૂર્વક બદનામી' અને 'ચરિત્રની નિંદા' કરવાનો આરોપ લગાવીને એક નોટિસ મોકલી હતી. અભિનેતાએ હવે તેની પત્ની આલિયાને કથિત રીતે કાનૂની નોટિસ મોકલી છે અને તેની સામે વાંધાજનક નિવેદનો આપવા માટે લેખિત સમજૂતીની માગ કરી છે.

nawazuddin
નવાઝુદ્દીન સિદ્દીકી
author img

By

Published : Jun 27, 2020, 10:11 AM IST

મુંબઈ: બોલીવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ પત્ની આલિયાને કાનૂની નોટિસ મોકલી છે. તેની પત્નીએ નવાઝને 7 મેના રોજ છૂટાછેડાની નોટિસ મોકલી હતી. અહેવાલો અનુસાર નવાઝે તેની પત્નીને મોકલેલી નોટિસમાં તેમના પર 'છેતરપિંડી', 'ઇરાદાપૂર્વક બદનામી' અને ચરિત્રની નિંદા' કરવાનો આરોપ મૂક્યો છે. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અભિનેતાએ 19 મેના 15 દિવસની અંદર આલિયાની નોટિસનો જવાબ આપ્યો હતો.

આલિયાએ કથિત રીતે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે તેના બાળકોની સ્કૂલ ફી ચૂકવવામાં સક્ષમ નથી. કારણ કે નવાઝે તેને માસિક ભથ્થું આપવાનું બંધ કરી દીધું છે. અભિનેતાના વકીલે આલિયાના દાવાઓને નકારી દીધા છે.

નવાઝના વકીલ અદનાન શેખે એક મનોરંજન વેબસાઇટને કહ્યું, "મારા ક્લાયન્ટ દ્વારા હજી પણ ઇએમઆઈ આપવામાં આવી રહી છે. બાળકોને લગતા અન્ય ખર્ચ પણ ચૂકવવામાં આવે છે. છૂટાછેડાની નોટિસનો જવાબ પણ આપ્યો હતો.

આ ઉપરાંત અભિનેતાએ તેની નોટિસમાં પત્નીને તેની સામે વાંધાજનક નિવેદનો આપવા અને હાલ જે તેણે કહ્યું છે, તેના માટે લેખિત ખુલાસો આપવા જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.