મુંબઇ: 'નાગિન' અભિનેત્રી જાસ્મિન ભસીન ટૂંક સમયમાં કોમેડી શોમાં ટેલિવિઝન પર પરત ફરશે. અભિનેત્રી ટેલિવિઝન જોડી ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના આગામી શો 'ફનહિત મેં જારી' માં લોકોને હસાવા તૈયાર છે.
જાસ્મિને કહ્યું કે, "મારા માટે આ કોમેડી શો સાથે કમબેક કરવું એ ખૂબ સારું છે. મેં હર્ષ અને ભારતી સાથે પહેલા પણ કામ કર્યું છે અને તેઓ ખૂબ જ પ્રતિભાશાળી લોકો છે."
નવા પ્રોજેક્ટ વિશે વાત કરતાં તેને કહ્યું કે, અમે આ શોમાં વિવિધ પાત્રો ભજવી રહ્યા છીએ. રસપ્રદ વાત એ છે કે, હું આ શોમાં ભારતીની માતાની ભૂમિકા નિભાવી રહી છું. ફિકશન કોમેડી મારા માટે નવું છે, કારણ કે, મેં આ પહેલાં નોન-ફિક્શન કોમેડી કરી છે. બે થી ત્રણ મિનિટની ગેગ્સ મનોરંજક છે અને મને શીખવાનો અનુભવ મળશે.
આ કોમેડી શોમાં કૃષ્ણા અભિષેક શાળાના પ્રિન્સીપલ તરીકે જોવા મળશે.