- લોકપ્રિય સંગીતકાર વિજય પાટીલનું નાગપુરમાં અવસાન
- નાગપુરમાં હાર્ટ એટેક બાદ અવસાન
- રાજશ્રી પ્રોડક્શન માટે ઘણા ગીતો ગાયા
મુંબઇ: 'મૈં પ્યાર કિયા', 'હમ આપકે હૈ કૌન' જેવી સુપરહિટ ફિલ્મોમાં લોકપ્રિય સંગીત આપનારા પ્રખ્યાત સંગીતકાર રામ લક્ષ્મણ ઉર્ફે વિજય પાટીલનું શનિવારે બપોરે 2.00 વાગ્યે નાગપુરમાં હાર્ટ એટેક બાદ નિધન થયું હતું.
2.00 વાગ્યે હાર્ટ એટેક આવ્યો
78 વર્ષીય વિજય પાટીલના પુત્ર અમર પાટિલે તેના પિતાના મૃત્યુની પુષ્ટિ કરતા કહ્યું કે, "પપ્પાને કોરોનાનો ચેપ લાગ્યો ન હતો. તેણે 6-7 દિવસ પહેલા કોરોના રસીનો બીજો ડોઝ લીધો હતો. ત્યારથી તે તાવથી પીડાઈ રહ્યા છે. પછી તે નબળાઇ અનુભવી રહ્યા હતા. તેમને બપોરે 2.00 વાગ્યે હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું નિધન થયું હતું."
આ પણ વાંચો: RRR- જૂનિયર એનટીઆરના જન્મદિવસ પર રાજામૌલીની ગીફ્ટ, ફિલ્મનું નવું પોસ્ટર થયુ રિલીઝ
75થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું
રામ લક્ષ્મણ ફેમ રામનું 1977ની ફિલ્મ 'એજન્ટ વિનોદ' સાઇન કર્યા પછી અવસાન થયું હતું. પરંતુ તેમના મૃત્યુ છતાં વિજય પાટીલે પોતાના મિત્રને માન આપતી વખતે રામ-લક્ષ્મણના નામે ફિલ્મોમાં સંગીત આપવાનું ચાલુ રાખ્યું. રામ લક્ષ્મણ રાજશ્રી પ્રોડક્શનની અનેક ફિલ્મ્સનું સુપરહિટ મ્યુઝિક આપવા માટે જાણીતા છે. તેમણે દાદા કોંડકેની ઘણી હિન્દી અને મરાઠી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું. તેમણે હિન્દી, મરાઠી અને ભોજપુરીમાં 75થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું.
આ પણ વાંચો: મલ્હાર ઠાકરની નવી ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’ ઓનલાઈન કરવામાં આવી રિલિઝ
લતા મંગેશકરે આપી શ્રદ્ધાંજલિ
લતા મંગેશકરે 'મૈંને પ્યાર કિયા', 'હમ આપકે હૈ કૌન', 'હમ સાથ સાથ હૈ' જેવી ફિલ્મો માટે રામ લક્ષ્મણમાં ઘણા સુપરહિટ ગીતો ગાયા હતા. તેમણે વિજય પાટીલને એક શ્રદ્ધાંજલિ લખી હતી - "બહુ જ પ્રતિભાશાળી અને લોકપ્રિય સંગીતકાર રામ લક્ષ્મણજી (વિજય પાટિલ)નું અવસાન થયું છે તે જાણ્યું છે. તેઓ ખૂબ સારા માણસ હતા. મેં તેમના ઘણા ગીતો ગાયા જે ખૂબ જ લોકપ્રિય થયા. હું મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ આપું છું. "