ETV Bharat / sitara

સુશાંતસિંહ આત્મહત્યા કેસમાં તેમના રૂમમેટ સિદ્ધાર્થે મુંબઈ પોલીસને આપ્યું સ્ટેટમેન્ટ - સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા કેસ

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં મુંબઇ પોલીસ સતત અભિનેતાના નજીકના પરિચિતોની પૂછપરછ કરી રહી છે. હવે સુશાંતના રૂમમેટ સિદ્ધાર્થ પિટાનીએ પણ મુંબઈ પોલીસને પોતાનું નિવેદન આપ્યું છે. સિદ્ધાર્થ તેના બાન્દ્રા ફ્લેટમાં સુશાંત સાથે રહેતો હતો.

સુશાંતસિંહની આત્મહત્યા કેસમાં તેના રૂમમેટ સિદ્ધાર્થએ મુંબઈ પોલીસને સ્ટેટમેન્ટ આપ્યું

author img

By

Published : Jun 22, 2020, 5:47 PM IST

મુંબઇ: બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના નિધનથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. સુશાંતના મૃત્યુને એક અઠવાડિયાનો સમય વીતી ગયો હોવા છતાં, હજી પણ લોકોને વિશ્વાસ નથી આવતો કે, સુશાંત હવે આપણી વચ્ચે નથી.

અભિનેતાની આત્મહત્યાનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. અભિનેતાના મોતથી તેના પરિવાર, મિત્રો અને ફેન્સ શોકમાં છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

આત્મહત્યા પાછળનું કારણ જાણવા મુંબઈ પોલીસ સતત એક્ટર સાથે સંકળાયેલા લોકોના નિવેદનો લઈ રહી છે. સુશાંતના રૂમમેટ સિદ્ધાર્થ પિટાણીએ પણ પોતાનું નિવેદન મુંબઈ પોલીસને આપ્યું છે. આશા છે કે, સિદ્ધાર્થના નિવેદન બાદ સુશાંતના મૃત્યુ સાથે જોડાયેલા ઘણા રહસ્યો બહાર આવી શકશે.

સિદ્ધાર્થ પિટાણી સુશાંત સિંહ રાજપૂતના બાંદ્રા ફ્લેટમાં સાથે રહેતા હતા અને તે સુશાંતના સારા મિત્રોમાં ગણાય છે.

આ પહેલા મુંબઈ પોલીસે સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની લગભગ 9 કલાક પૂછપરછ કરી હતી. પોલીસને અપાયેલા નિવેદનમાં રિયાએ જણાવ્યું છે કે, તેની અને સુશાંત વચ્ચે થોડા દિવસો પહેલા ઝઘડો થયો હતો અને તેના કહ્યા પછી જ હું તેમનું ઘર છોડીને આવી હતી.

14 જૂનના રોજ સુશાંતે બાંદ્રામાં આવેલા તેના ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પાછળ અનેક કારણો જણાવવામાં આવ્યા છે. નેપોટીઝમને કારણે તેઓ તણાવમાં રહેતા તેમજ સમયસર દવાઓ ન લેવી તેવી બાબતો સામે આવી રહી છે. પરંતુ, મૃત્યુનું કારણ જાણવા મુંબઈ પોલીસ તેના પરિચિતો અને નજીકના લોકો સાથે સતત પૂછપરછ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.