- જાવેદ અખ્તરના કેસમાં કંગના રાનૌતને સમન્સ
- ગત વર્ષે નવેમ્બરમાં અંધેરીમાં નોંધાવી હતી ફરિયાદ
- જૂથવાદનો ઉલ્લેખ કરી ખસેડ્યું હતું નામ
મુંબઇ : મુંબઇ પોલીસે જાણિતા લેખક તથા ગીતકાર જાવેદ અખ્તર વિરુદ્ધ કરાયેલા માનહાનિના એક કેસમાં એભિનેત્રી કંગના રાનૌતને સમન્સ પાઠવ્યું હતું. એક અધિકારીએ આ વાતની જાણકારી આપી હતી.
- ટેલીવિઝન ઇન્ટરવ્યું કરી હતી ટિપ્પણીઓ
પોલીસ અધિકારીએ કહ્યું કે, કંગનાને શુક્રવારે જુહૂ પોલીસ સામે હાજર થવા કહેવામાં આવ્યું હતું. અખ્તરે અભિનેત્રી વિરુદ્ધ ટેલીવિઝન ઇન્ટરવ્યુંમાં પાયાવિહોણી ટિપ્પણીઓ કરી બદનામ કરવા માટે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં અંધેરી મેટ્રોરોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.
- અખ્તરની સાર્વજનિક છબીને પહોંચ્યું નુકસાન
અખ્તરે દાવો કર્યો કે, ગત વર્ષે જૂનમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી ટીવી ઇન્ટરવ્યૂમાં બોલિવુડમાં "જૂથવાદ" નો ઉલ્લેખ કરતા કંગનાએ તેમનું નામ આ અંગે ખસેડયું હતું. ફરિયાદમાં આરોપ લગાવ્યો કે, કંગનાએ ખોટો દાવો કર્યો છે, અખ્તરે ઋતિક રોશનથી તેમના કથિત સંબંધને લઇને ચૂપ રહેવાની ધમકી આપી હતી. ફરિયાદમાં કહ્યું કે, આનાથી અખ્તરની સાર્વજનિક છબીને નુકસાન પહોંચ્યું છે.
- કોર્ટે 1 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો
કોર્ટે 17 જાન્યુઆરીએ પોલીસને આ મુદ્દાની તપાસ કરી રિપોર્ટ આપવા માટે 1 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો આપ્યો હતો.