શિમલા: બૉલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની સંપત્તિને નુકસાન પહોંચાડવા મામલે બૉમ્બે હાઈકોર્ટમાં આજે નિર્ણય આવી શકે છે. પહેલા પણ તમામ પક્ષોએ કોર્ટમાં તેમના લેખિત નિવેદનો રજૂ કર્યા હતા. ત્યારબાદ કોર્ટે સુનાવણી સમાપ્ત કરી અને આદેશ સુરક્ષિત રાખ્યો હતો.
આપને જણાવી દઈએ કે, બૉમ્બે હાઈકોર્ટના જસ્ટિસ એસ જે કથાવાલા અને જસ્ટિસ આર આઈ ચાંગલાની પીઠે 9 સપ્ટેમ્બરના રોજ બીએમસી અને કંગનાના ઘરે તોડફોડ કરવાના વિરુદ્ધમાં દાખલ કરેલી અરજી પર સુનાવણી કરી હતી. કંગનાના વકીલ વીરેન્દ્રે સરાફે જણાવ્યું કે, બીએમસીએ નોટિસનો જવાબ આપવા માટે માત્ર 24 કલાકનો સમય આપ્યો હતો. તેમણે કહ્યું કે, બીએમસીએ સમય પહેલાં જ કાર્યવાહી શરુ કરી દીધી હતી.
કંગનાએ બીએમસી વિરુદ્ધ મુંબઈમાં તેની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. આ સાથે કંગનાએ 2 કરોડની વળતરની માંગ કરી હતી. જેના પર બૉમ્બે હાઈકોર્ટ સુનાવણી કરી રહ્યા છે. બંન્ને પક્ષોએ લિખિતમાં તેમનું નિવેદન આપ્યું છે. અભિનેત્રી કંગના રનૌતે શિવસેના નેતા સંજય રાઉતના નિવેદન પર એક ડીવીડી રજુ કરી હતી.
હાલમાં કંગના રનૌત દક્ષિણ ભારતમાં તેમની ફિલ્મ થલાઈવીનું શૂટિંગ કરી રહી છે. તેમજ ફિલ્મને લઈ તેમના પ્રશંસકો માટે સોશિયલ મીજિયા પર સતત અપટેડ આપતી રહે છે.