ETV Bharat / sitara

Mumbai Cruise Drug Case: આર્યન ખાનને બોમ્બે HCએ આપી રાહત, દર શુક્રવારે NCB ઓફિસ જવું જરૂરી નથી - એનસીબી ઓફિસ મુંબઈ

ક્રુઝ ડ્રગ્સ કેસ (Mumbai Cruise Drug Case)માં આર્યન ખાનને બોમ્બે હાઈકોર્ટ (aryan khan case)માંથી મોટી રાહત મળી છે. કોર્ટના નિર્ણય અનુસાર આર્યન ખાને હવે દર શુક્રવારે NCB ઓફિસ (ncb office mumbai) જવાની જરૂર નથી.

Mumbai Cruise Drug Case: આર્યન ખાનને બોમ્બે HCએ આપી રાહત, દર શુક્રવારે NCB ઓફિસ જવું જરૂરી નથી

author img

By

Published : Dec 15, 2021, 4:08 PM IST

  • NCBની દક્ષિણ મુંબઈ ઓફિસમાં હાજર થવાની જરૂર નહીં
  • પૂછપરછ માટે 72 કલાક પહેલા નોટિસ આપીને બોલાવી શકાશે
  • કેસ હવે રાજધાની દિલ્હીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે

હૈદરાબાદ: ક્રૂઝ ડ્રગ્સ કેસ (Mumbai Cruise Drug Case)માં બોમ્બે હાઈકોર્ટે અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને મોટી રાહત (aryan khan case) આપી છે. કોર્ટે બુધવારે કહ્યું કે, આર્યન ખાને હવે દર શુક્રવારે NCB ઓફિસ (ncb office mumbai)માં હાજરી આપવાની જરૂર નથી. કોર્ટે કહ્યું કે, જો કેસમાં પૂછપરછની જરૂર હોય તો આર્યન ખાનને 72 કલાક પહેલા નોટિસ આપીને બોલાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી NCBની ટીમ હવે આ મામલે તપાસ કરી રહી છે.

દર શુક્રવારે NCB સામે હાજર થવાની જરૂર નથી

આર્યન ખાને 10 ડિસેમ્બરે બોમ્બે હાઈકોર્ટમાં ક્રૂઝ ડ્રગ્સ કેસ (cruise drug case)માં જામીન સાથે સંબંધિત શરતોમાં સુધારો કરવા માટે અપીલ કરી હતી. આર્યનની અરજીમાં કેસ સંબંધિત એ શરતે મુક્તિ આપવામાં આવી હતી કે તેણે હવે દર શુક્રવારે NCBની દક્ષિણ મુંબઈ ઓફિસમાં હાજર થવાની જરૂર નથી. આર્યનને આ છૂટ પણ તેના આધારે આપવામાં આવી છે, કારણ કે આ કેસ હવે રાજધાની દિલ્હીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

અરજી પર આવતા અઠવાડિયા કોર્ટમાં થઈ શકે છે સુનાવણી

આર્યનની અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, NCBમાં તેની હાજરી દરમિયાન તેણે મીડિયાકર્મીઓની ભીડથી બચવા માટે પોલીસકર્મીઓને સાથે લઈ જવા પડતા હતા. તો આર્યનના વકીલે કહ્યું છે કે, આ અરજી પર આવતા સપ્તાહે કોર્ટમાં સુનાવણી થઈ શકે છે.

શું છે ક્રુઝ ડ્રગ્સ કેસ?

ઉલ્લેખનીય છે કે આ વર્ષે 2 ઓક્ટોબરની રાત્રે NCBએ મુંબઈથી ગોવા જતા ક્રૂઝ પર ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટીનો પર્દાફાશ કરીને આર્યન ખાન સહિત 9 લોકોની ધરપકડ કરી હતી. આ કેસમાં આર્યન ખાનને જામીન (aryan khan bail)માટે 26 દિવસ સુધી કસ્ટડીમાં રહેવું પડ્યું હતું. બોમ્બે હાઈકોર્ટે 28 ઓક્ટોબરે સ્ટાર કિડને જામીન આપ્યા હતા. આ સાથે કોર્ટે આર્યન ખાન પર 14 શરતો લગાવી હતી, જેમાં દર શુક્રવારે NCB સામે હાજર થવાની પણ શર્ત હતી.

આ પણ વાંચો: Narmada Parikrama : 421 દિવસથી નર્મદા કિનારાના ગામોમાં નર્મદા બચાવો સંકલ્પ સાથે પરિક્રમા કરી

આ પણ વાંચો: Suicide case in Surat : પાંડેસરા વિસ્તારમાં ફાઈનાન્સ સાથે જોડાયેલ વ્યક્તિએ ઓફિસમાં ગળેફાસો ખાઈ કરી આત્મહત્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.