મુંબઈ: બોલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને આજે એક મહિનો થઇ ગયો છે. આ પ્રસંગે સુશાંતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચરા'ના ડિરેક્ટર મુકેશ છાબરાએ સુશાંત સાથેની ઘણી તસવીરો તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી હતી અને ભાવનાત્મક પોસ્ટ પણ લખી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સુશાંત સાથે થ્રોબેક તસવીરો શેર કરતા અભિનેતાએ કેપ્શનમાં લખ્યું કે, 'આજે એક મહિનો થઈ ગયો છે ... હવે તારો ક્યારેય ફોન પણ નહીં આવે.' શેર કરેલા કેટલાક ફોટામાં, મુકેશ 'દિલ બેચારા' ના સેટ પર સુશાંતને ડિરેક્ટ કરતા નજરે પડે છે. તો તેમાંથી અમુક ફોટોમાં અભિનેતા સાથે તેઓ બાઇક પર બેઠા પણ જોવા મળ્યા હતા.
સુશાંતના ચાહકો મુકેશની પોસ્ટ પર સતત કમેન્ટ કરી રહ્યા છે અને તેમને યાદ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું, "તે આપણી સાથે છે .... કાયમ આપણા હૃદયમાં."
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
બીજાએ પ્રતિક્રિયા આપી, "તે ખૂબ દુખ થાય છે."
સુશાંતના મૃત્યુના બે દિવસ પછી પણ, મુકેશે તેના સોશ્યલ મીડિયા હેન્ડલ પર ઇમોશનલ પોસ્ટ લખી છે.