મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા કીર્તિએ ખુલાસો કર્યો કે, દિવંગત સ્ટાર માટે ગ્લોબલ પ્રાર્થના સભામાં એક લાખથી વધુ લોકો સામેલ થયા હતા. સાથે તેમણે આ પળને આધ્યાત્મિક ક્રાંતિ કહી છે.
શ્વેતાએ તેમના ભાઈ માટે રાખેલી પ્રાર્થના સભામાં સામેલ પ્રશંસકો અને દુનિયાભરના શુભચિંતકોનો આભાર વ્યક્ત કરવા માટે ટ્વિટર અને ઈન્સ્ટ્રાગ્રામનો સહારો લીધો હતો. સાથે તેમણે લોકોના ફોટોનાનો એક કોલાર્જ બનાવ્યો હતો. જેમણે આ ગ્લોબલ પ્રેયર મીટમાં ભાગ લીધો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
તેમણે હેશટેગ #GlobalPrayers4SSR #CBIForSSR #Godiswithus #JusticeForSushantની સાથે લખ્યું "સુશાંત માટે પ્રાર્થનામાં દુનિયાભરથી 10 લાખ લોકોથી વધુ લોકો સામેલ થયા, આ આધ્યાત્મિક ક્રાંતિ છે અને દુનિયાભરમાં ફેલાઈ રહી છે. અમારી પ્રાર્થનાનો જવાબ જરુર મળશે".
એકતા કપૂરના ટીવી શો પવિત્ર રિશ્તાના સેટ પર મળ્યાના 6 વર્ષ સુધી સુશાંતને ડેટ કરનારી અભિનેત્રી અંકિતા લોખંડેએ પણ સુશાંત માટે પ્રાર્થના કરી અને સોશિયલ મીડિયાની પોસ્ટ પર શ્વેતાનું સમર્થન જોવા મળ્યું હતુ.
અંકિતાએ લખ્યું "પ્રાર્થના બધું જ બદલી શકે છે"
સુશાંતે 14 જૂનના રોજ મુંબઈમાં તેમના ઘરે આત્મહત્યા કરી હતી. જે અંગે કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે. સુશાંતના પરિવારે સુશાંતની પ્રેમિકા અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેમના પરિવાર પર આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવતા ફરિયાદ કરી છે.