PMની સાથે આ સંમ્મેલન કાર્યક્રમમાં બોલિવુડમાંથી આમિર ખાન, શાહરુખ ખાન, રાજકુમાર હિરાની, આનંદ.એલ.રાય, કંગના રનૌત, કૃર્તિ સેનન, સોનમ કપુરની સાથે છત્રુ લાલ મિશ્ર પણ હાજર રહ્યાં હતાં.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ગાંધીજીની સાંદગીનો વિકલ્પ રહે. બાપુના વિચારો દુર દુર સુધી ગુજતા રહે. રચનાત્મકતા બહુ મોટી તાકાત છે. આપણા દેશ માટે રચનાત્મકતાના ભાવનો ઉપયોગ કરવો જરૂરી છે. બાપુના આદર્શોને લોકપ્રિય બનાવવા માટે ફિલ્મ કલાકારો અને બોલિવુડ અને ટીવી જગતના લોકોનું મોટું યોગદાન છે. મોદીએ ગાંધી પર ફિલ્મી કલાકારો સાથે ચર્ચા કરી હતી.
આ તકે આમિર ખાને કહ્યું કે, બાપુના આદર્શોને લોકપ્રિય બનાવવાની દિશામાં પ્રયત્નો માટે PMની પ્રશંસા કરું છું. PM મોદીને કહેવા માગું છું કે, આ દિશામાં સતત પ્રયત્નો કરીશું.
શાહરુખ ખાને કહ્યું કે, ફિલ્ક કલાકારોને એક સાથે આ કામ માટે એક સ્ટેજ પર લાવવા માટે આભાર, તેમણે કહ્યું કે, દુનિયાને એક વાર ફરી ગાંધીના વિચારોથી પરિચિત કરવા જોઈએ.
વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમમાં લોકોને અપીલ કરી કે, બોલિવુડ સ્ટાર સ્ટેચ્યૂ ઓફ યુનિટિની મુલાકાત જરૂર લે.
નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીની ફિલ્મી કલાકારોને ગુજરાતના દાંડી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ જાન્યુઆરીમાં બોલિવુડના સ્ટાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં PMએ બોલિવુડના યુવા કલાકારોને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાન અને સહભાગીદારી પર વાતચીત કરી હતી. PMની સાથે આ મુલાકાતમાં રણબીર કપૂર, રણવીર સિંહ, રાજકુમાર રાવ, વિકી કૌશલ, વરુણ ધવન, આયુષ્માન ખુરાના પણ સામેલ હતાં.