મુંબઈ: બોલિવૂડ સ્ટાર મિથુન ચક્રવર્તીના પિતા બસંતકુમાર ચક્રવર્તીનું નિધન થયું છે. મળતી માહિતી મુજબ તેઓ લાંબા સમયથી બિમાર હતા. બસંતકુમાર ચક્રવર્તીએ મંગળવારે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા.
તેમની ઉંમર 95 વર્ષની હતી અને કિડની ફેલ થતા તેમનું મૃત્યુ થયું હતું. આ દરમિયાન એવા પણ સમાચાર મળી રહ્યા છે કે, મિથુન ચક્રવર્તી બેંગાલુરુમાં ફસાયેલા છે. તે મુંબઈ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. મિથુન શૂટિંગ માટે બેંગાલુરુ ગયા હતા.
એક તરફ મિથુન બેંગલુરુમાં ફસાયેલા હોવાના સમાચાર છે, તો બીજી તરફ મિથુનનો પુત્ર મીમોહ મુંબઈમાં છે.
આ સિવાય એક જાણીતી બંગાળી અભિનેત્રી રિતુપર્ણ સેન ગુપ્તાના ટ્વીટ કરીને કહ્યું કે 'મિથુન દા તમારા પિતાના અવસાનના સમાચાર સાંભળીને દુખ થયું. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું. તમે હિંમત રાખો. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.