ETV Bharat / sitara

METOO: આરોપોથી ઘેરાયેલા વૈરામુથુએ એવોર્ડ પરત આપવાની ઘોષણા કરી - ચેન્નાઈ લોકલ ન્યુઝ

મીટૂના આક્ષેપોથી ઘેરાયેલા તામિલ ગીતકાર વૈરામુથુએ ONV લિટરરી એવોર્ડ પરત આપવાની ઘોષણા કરી છે. તેમણે વિનંતી કરી કે ONV કલ્ચરલ એકેડેમી દ્વારા જાહેર કરાયેલા ત્રણ લાખ રૂપિયાનું રોકડ ઇનામ કેરળના મુખ્યપ્રધાન રાહત ભંડોળને આપવામાં આવે.

METOO: આરોપોથી ઘેરાયેલા વૈરામુથુએ એવોર્ડ પરત આપવાની ઘોષણા ક

author img

By

Published : May 30, 2021, 9:18 AM IST

  • ગીતકાર વૈરામુથુએ શનિવારે ONV લિટરરી એવોર્ડ પરત આપવાની ઘોષણા કરી
  • એવોર્ડ એનાયત કરવા વિરુદ્ધ વિવિધ વિભાગોમાં થયેલા વિરોધ પછી તેમણે આ જાહેરાત કરી
  • વૈરામુથુએ કહ્યું હતું કે તે એવોર્ડ પાછો આપી રહ્યા છે

ચેન્નાઈ: તામિલ ગીતકાર વૈરામુથુએ શનિવારે ONV લિટરરી એવોર્ડ પરત આપવાની ઘોષણા કરી. મીટૂના આક્ષેપોનો સામનો કરી રહેલા ગીતકારને એવોર્ડ એનાયત કરવા વિરુદ્ધ વિવિધ વિભાગોમાં થયેલા વિરોધ પછી તેમણે આ જાહેરાત કરી હતી.

મલયાલમ કવિ સ્વર્ગીય ONV કુરૂપની યાદમાં જ જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો

મલયાલમ કવિ સ્વર્ગીય ONV કુરૂપની યાદમાં જ જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો છે. વૈરામુથુએ કહ્યું હતું કે તે એવોર્ડ પાછો આપી રહ્યા છે, પરંતુ હકીકતમાં તે સન્માનને નકારી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ નથી ઇચ્છતા કે જ્યુરી કોઈ અસ્વસ્થ પરિસ્થિતિનો સામનો કરે.

આ પણ વાંચો: #MeToo : એમ.જે.અકબર સામે મારા આક્ષેપ કાલ્પનિક નથી, પ્રિયા રમાણીનું કોર્ટમાં નિવેદન

ત્રણ લાખ રૂપિયાનું રોકડ ઇનામ કેરળના મુખ્યપ્રધાન રાહત ભંડોળને આપવા વિનંતી

તેમણે વિનંતી કરી કે ONV કલ્ચરલ એકેડેમી દ્વારા જાહેર કરાયેલા ત્રણ લાખ રૂપિયાનું રોકડ ઇનામ કેરળના મુખ્યપ્રધાન રાહત ભંડોળને આપવામાં આવે. વૈરામુથુએ કહ્યું, 'મને ખબર છે કે બદલાની ભાવનાવાળા લોકોની દખલને કારણે એવોર્ડ પર પુનર્વિચારણા કરવામાં આવી છે. તેથી હું ફક્ત વિવાદોની વચ્ચે એવોર્ડ મેળવવાનું ટાળવાનું ઇચ્છું છું.

આ પણ વાંચો: નાના પાટેકરને ક્લીનચિટ મળતા તનુશ્રી દત્તાએ મોદી સરકાર પર સવાલ કર્યા

વૈરામુથુ પર જાતીય સતામણીનો આરોપ છે

અભિનેતા પાર્વતી થિરોવથુ અને ગીતુ મોહનદાસ અને ગાયક ચિન્મય શ્રીપદાએ વૈરામુથુ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ મહિલાઓએ ગીતકારને આ સન્માન આપવામાં આવતા હોવાનો વાંધો ઉઠાવ્યો હતો. વૈરામુથુએ તેમના ઉપર લગાવવામાં આવેલા આક્ષેપોને નકારી કાઢયા હતા અને આ આરોપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.