મુંબઇ: અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે કહ્યું કે, તેમને આશ્ચર્ય થાય છે કે, બાળકોને પોતાનું બાળપણ જીવવા નથી મળી રહ્યું. તેમણે કહ્યું કે, "મારું બાળપણ તંદુરસ્ત અને સલામત રહ્યું છે, જેના માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. આજે મને મારા બાળપણનું મહત્વ સમજાયું છે, જેનાથી હું આજે આ મુકામ પર છું... "
માનુષીએ કહ્યું, "મારા દેશમાં કેટલા બાળકોને તેમનું બાળપણ જીવવા મળ્યું નથી તે જાણીને હું ખૂબ જ દુ:ખી છું. હાલમાં જે કોરોના મહામારી ચાલી રહી છે તે બાળકો માટે ખુબ જ હાનિકારક છે. તેઓ નાની ઉંમરના છે તેથી તેમના પર કોરોનાનો જોખમ પણ વધારે છે, પરંતુ અમે એક સાથે મળીને બાળકોનું બાળપણ સુધારી શકીએ છીએ. "
યુનિસેફની પહેલ અંગે વાત કરતાં તેણે કહ્યું કે, તે અસરગ્રસ્ત બાળકોને તાત્કાલિક જીવન સહાય આપવા માટે કામ કરી રહ્યું છે.માનુષીએ કહ્યું કે, હું યુનિસેફ ભારતની આ પહેલનું સમર્થન કરું છું.