ભારતીય સંગીતની વાત કરવામાં આવે તો મન્ના ડેનું નામ સામે આવી જાય છે. આ તે નામ છે જેના વગર આધુનિક ભારતીય સંગીતની પરિકલ્પના મુશ્કેલ છે. મન્નાનું સાચુ નામ ‘પ્રબોધ ચંદ્ર ડે’ હતું. તેમના પિતાનું નામ પૂર્ણ ચંદ્ર ડે અને માતાનું નામ મહામાયા હતું. તેમણે પ્રારંભિક સંગીતનું શિક્ષણ પોતાના મામા સંગીતાચાર્ય કૃષ્ણ ચંદ્ર અને ઉસ્તાદ કબીર ખાન પાસેથી લીધુુ હતું. જોકે પાર્શ્વ ગાયક મન્ના ડે પોતાનું કરિયરની શરૂઆત 1943માં આવેલ ફિલ્મ "તમન્ના"થી કરી હતી. તેમાં સગીત કૃષ્ણ ચંદ્ર ડે આપ્યુ હતું અને ને.સુરૈયૈની સાથે ગાયેલું મન્ના ડેનું ગીત જબરદસ્ત હિટ રહ્યું હતું. તેમને પ્રથમ ગીત રિકૉર્ડ કરવાનો મોકો 1950માં બનેલ ફિલ્મ ‘મશામ’ મળ્યો હતો.
સંગીતકાર સચિન દેવ બર્મન આપેલ સંગીત ‘ઉપર ગગન વિશાલ’ ગીતથી મન્ના ડેનું નામ પુરી હિન્દી સિનેમામાં છવાઈ ગયુ હતું. પચાસ અને સાઠના દશકમાં જો હિન્દી ફિલ્મોમાં રાગ પર આધારિત કોઈ ગીત હોય તો તેમના માટે સંગીતકારોની પ્રથમ પસંદ મન્ના ડેની હતી. મન્ના ડેની સંગીતની પ્રાથમિક ભાષા હિન્દી અને બાંગ્લા હતી. આ સિવાય તેમણે ભોજપુરી, મગધી, મૈથિલી, પંજાબી, આસામી, ઉડિયા, કોંકણી, મરાઠી, ગુજરાતી, સિન્ધી, મલયાલમ, કન્નડ અને નેપાલી જેવી તમામ ક્ષેત્રીય ભાષાઓમાં પણ પોતાની અવાજનો જાદૂથી લોકોના દિલમાં એક અલગ જગ્યા ઊભી કરી છે.
મન્ના ડેએ પોતાને કોઈ એક શૈલીના સંગીતથી બાંધીને રાખેલ ન હતા. તેમણે લોકગીતથી લેઈને પૉપ સંગીત સુધી બધા પ્રકારમાં પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગથી તે માત્ર ભારતમાં જ નઈ પરંતુ વિદેશમાં પણ પોતાની છાપ ઊભી કરવામાં સફળ રહ્યા હતા. મન્ના ડેએ ગંભીર ગીતોમાં પોતાના અવાજ આપ્યો અને સાથે-સાથે ‘દિલ કા હાલ સુને દિલ વાલા’, ‘ના માંગુ સોના ચાંદી’ અને ‘એક ચતુર નાર’ જેવા હલ્કે-ફુલ્કે ગીતો પણ ગાયા છે. તેમનો અવાજની ઉદાસી અને ભારીપન ગીતોની અમરત્વ પ્રદાન કરવા માટે કાફી હતો. કાબુલીવાલાનું ‘એ મેરે પ્યારે વતન’ અને આનંદ ફિલ્મનું ‘જિંદગી કેસી હૈ પહેલી’ તેમની મિસાલ છે. મન્ના ડેએ કવિ હરિવંશ રાય બચ્ચનની રચના ‘મધુશાલા’માં પણ પોતાનો અવાજ આપ્યો છે. મન્ના ડેએ 1953માં કેરલની સુલોચના કુમારન સાથે લગ્ન કર્યા હતા. મન્ના ડેની શુરોમા ઇને સુમિતા નામની બે દિકરીઓ છે. જાન્યુઆરી 2012માં ધણા સમય સુધી કેન્સરની સામે લડ્યા પછી તેમની પત્ની સુલેચનાનું મૃત્યુ થયુ હતું.
મન્ના ડેએ સંગીતના ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન માટે ધણા પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવ્યા છે. તેમને 1971માં પદ્મશ્રી અને 2005માં પદ્મ વિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2007માં તેમને સંગીતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન માટે ભારતીય ફિલ્મ જગતનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર ‘દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
આજીવન સંગીતની સેવામાં રહીને મન્ના ડેએ લગભગ 4000 ગીતો રિકૉર્ડ કર્યા છે. તબિયત ખરાબ થવાને કારણે ઓક્ટબર 2013માં પ્રથમ અઠવાડિયામાં તેમણે બૈંગલોરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પરંતુ તેમની સાંસોની દોરી વધારે ના ચાલી શકી અને 24 ઓક્ટબર 2013ના તેઓ વિદાય લીધી હતી. મન્ના ડેએ દુનિયાને પોતાના સદાબહાર ગીતો આપીને પોતે પંચતત્વમાં મળી ગયા.
ફિલ્મ ‘કાબુલીવાલે’, ‘વક્ત’ અને ‘પડોસન’થી લઈને ‘આનંદ’ સુધી મન્ના ડેએ ઘણી હિન્દી ફિલ્મોમાં પોતાના ગીતોથી અલગ ઓળખ ઊભી કરી છે. હિન્દી અને અન્ય ભાષામાં મળીને મન્ના ડેએ લગભગ 4000થી વધારે ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. તેમના બધા ગીતો સુપરહિટ રહ્યા છે. ચાલો જાણીએ મન્ના ડેના સુપરહિટ ગીતો જેને આજે પણ લોકો સાંભળવાનું પસંદ કરે છે.
મન્ના ડેના ખાસ ગીતો જે આજે અને કાલે લોકો હંમેશા સાંભળવાનું પસંદ કરે છે
1. જિંદગી કૈસી હૈ પહેલી (આનંદ)
2. એક ચતુર નાર કરકે શ્રૃંગાર (પડોસન)
3. લાગા ચુનરી મેં દાગ (દિલ હી તો હૈ)
4. કસમેં વાદે પ્યાર વફા (ઉપકાર)
5. તૂ પ્યાર કા સાગર હૈ (સીમા)
6. તુઝે સૂરજ કંહુુ ચંદ્રા (એક ફૂલ દો માલી)
7. યારી હૈ ઈમાન મેરા યાર મેરી જિંદગી (જંજીર)
8. યે રાત ભીગી ભીગી (ચોરી ચોરી)
9. એ મેરી જોહરા જબીં (વક્ત)
10. પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ (શ્રી 420).