મુંબઈઃ બૉલિવૂડ અભિનેત્રી દિશા પટની અને આદિત્ય રૉય કપૂરની આગામી ફિલ્મ 'મલંગ'નું નવું ગીત 'હમરાહ'નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં આદિત્ય અને દિશા રોમાન્સ કરતા જોવા મળે છે. આ પોસ્ટરમાં ગીતના રિલીઝ ડેટની જાણકારી આપી છે.
દિશા પટની અને આદિત્ય રૉય કપૂર સ્ટારર ફિલ્મ 'મલંગ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. દર્શકો દ્વારા ટ્રેલરને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. તેમજ આ ફિલ્મનું એક ગીત પણ લોન્ચ થઈ ગયું છે. જ્યારે બીજા ગીતનું પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં દિશા અને આદિત્ય બંને રોમાન્સ કરતા દેખાય છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ફિલ્મના નિર્માતા લવ ફિલ્મ્સે આ ગીતનું પોસ્ટર શેર કર્યુ છે. જેના કેપ્શનમાં લખ્યું છે, 'એક અનુભવથી બીજા અનુભવને જીવતા' હમરાહ સોન્ગ 23 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ અગાઉ ફિલ્મનું 'ચલ ઘર ચલે' ગીત લોન્ચ થયું છે. જેને દર્શકોનો સારો પ્રતિભાવ મળી રહ્યો છે.
મહત્વનું છે કે, 'મલંગ'નું નિર્દેશન મોહિત સુરીએ કર્યુ છે. ટી-સીરીઝના ભુષણ કુમાર, કૃષ્ણ કુમાર, લવ ફિલ્મ્સના લવ રંજન, અંકુર ગર્ગ અને નોર્થન લાઈટ્સના જે શેવક્રમણી દ્વારા નિર્મિત આ ફિલ્મ 7 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.