નવી દિલ્હી: અમજદ ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ પાકિસ્તાની શિક્ષા કાર્યકર્તા અને નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈ પર આધારિત ફિલ્મ "ગુલ મકાઇ" ટૂંક સમયમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કુરાન સાથે છેડછાડ કરવા પર ફિલ્મમેકર વિરૂદ્ધ નોઇડા સ્થિત મુસ્લિમ ધર્મગુરૂ દ્વારા ફતવો જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે ખાને આગાઉ જણાવ્યું હતું કે, આ ફિલ્મને લઇ તેમને મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી, ત્યારે દિલ્હીમાં તેમના વિરૂદ્ધ ફતવો જાહેર કરવામાં આવ્યો છે. આ ફિલ્મને લઇ મુસ્લિમ સમાજની લાગણીઓ દુભાઇ છે. જેથી મૌલવીને તેમની ફિલ્મના પોસ્ટરથી આપત્તિ વ્યક્ત કરી હતી.
ખાને વધુમાં જણાવ્યું કે, નોઇડાના એક વ્યક્તિ દ્વારા ફતવો જાહેર કરવામાં આવ્યો છે. ફિલ્મના એક પોસ્ટરમાં મલાલા એક પુસ્તક પકડીને ઉભી છે અને એક વિસ્ફોટની બાજુમાં ઉભી છે અને તેને લાગે છે કે, આ કુરાન છે અને મેં પવિત્ર ગ્રંથ પ્રત્ય સમ્માન નથી બતાવ્યું. તેમણે મને કાફિર કહ્યું. ખાને વધુમાં કહ્યું કે, "હું તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. જેથી હું તેમને સમજાવી શકુ કે આ એક અંગ્રેજી પુસ્તક છે."
મહત્વનું છે કે, આ ફિલ્મ 'ગુલ મકાઇ' 31 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમાં રીમ શેખ, મલાલાના પાત્રમાં છે. આ સિવાય અતુલ કુલકર્ણી અને દિવ્યા દત્તા પણ ફિલ્મમાં મહત્વના પાત્રમાં જોવા મળશે.