ETV Bharat / sitara

'Friendship Day' પર બોયફ્રેન્ડ અર્જુન કપૂર માટે મલાઈકાએ બનાવ્યા પાસ્તા - અર્જુન કપૂર અને મલાઇકા લેટેસ્ટ ન્યૂઝ

બોલિવૂડની સુંદર અભિનેત્રી મલાઈકા અરોરા લાંબા સમયથી અભિનેતા અર્જુન કપૂર સાથેના તેના સંબંધોને લઈને ચર્ચામાં છે. બન્નેના ચાહકો તેમને દુલ્હા-દુલ્હન બનતા જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફ્રેન્ડશીપ ડે નિમિત્તે મલાઈકાએ તેના સ્વાદિષ્ટ હોમમેઇડ ઇટાલિયન સ્પ્રેડ ફૂડની તસવીરો ઇન્સ્ટા પર શેર કરી હતી.

બોયફ્રેન્ડ અર્જુન કપૂર માટે મલાઈકાએ બનાવ્યા પાસ્તા

author img

By

Published : Aug 2, 2021, 8:17 AM IST

  • ફ્રેન્ડશીપ ડે નિમિત્તે અર્જુન અને મલાઈકાએ સાથે લંચની મજા માણી
  • અર્જુને ફોટો શેર કરી લખ્યું, પાસ્તા અને તેેને બનાવવાળી મલાઈકા
  • મલાઈકા અરોરા ખાન તાજેતરમાં જ અમદાવાદની મહેમાન હતી

હૈદરાબાદ : બોલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોરા એ ખાવાની શોખીન છે, જે સમયે-સમયે ઘરે બનાવેલું સ્વાદિષ્ટ ખાવાનું પસંદ કરે છે. ત્યારે ફ્રેન્ડશીપ ડે નિમિત્તે અર્જુન અને મલાઈકાએ સાથે લંચની મજા માણી હતી. ફ્રેન્ડશીપ ડે ખાસ કરીને મલાઈકા તેના મિત્રો સાથે એન્જોય કરતી હોય છે. પરંતુ આ વખતે મલાઈકાએ મિત્રો છોડી દીધા અને અર્જુન સાથે સમય પસાર કર્યો છે.

મલાઈકાએ અર્જુન માટે ખાસ પાસ્તા બનાવ્યા

અર્જુન મલાઈકાના ઘરે પહોંચ્યો અને બન્નેએ સાથે લંચ કર્યું હતું. મલાઈકાએ અર્જુન માટે ખાસ પાસ્તા બનાવ્યા હતા. એક્ટરે પાસ્તા અને મલાઈકાનો ફોટો શેર કરતા લખ્યું હતું કે, પાસ્તા અને તેેને બનાવવાળી મલાઈકા. ત્યારે મલાઈકાએ અર્જુનનો ફોટો શેર કર્યો જેમાં તે ખુરશી પર બેઠો છે. ફોટો શેર કરતી વખતે મલાઈકાએ લખ્યું, માય સન્ડે વ્યૂ. આ સાથે મલાઈકાએ હાર્ટ ઈમોજી શેર કરી છે.

બોયફ્રેન્ડ અર્જુન કપૂર માટે મલાઈકાએ બનાવ્યા પાસ્તા
બોયફ્રેન્ડ અર્જુન કપૂર માટે મલાઈકાએ બનાવ્યા પાસ્તા

ફિટનેસ, બોલ્ડ અવતાર અને ડાન્સિંગ સ્ટાઈલથી લોકો મલાઈકાના દીવાના

મલાઈકા અરોરાનું એક્ટિંગ કરિયર જોકે કંઇ ખાસ ન હતું, પરંતુ તેણે પોતાની ફિટનેસ, બોલ્ડ અવતાર અને ડાન્સિંગ સ્ટાઈલથી બધાને દીવાના બનાવી દીધા છે. મલાઇકા અરોરા તેના ચાહકો સાથે જોડાયેલી રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે ઘણીવાર તેના વીડિયો અને ફોટા પોસ્ટ કરીને દરેકનું ધ્યાન ખેંચે છે.

મલાઈકા ડાયટને લીધે ઘઉંની રોટલી નથી લીધી

અભિનેત્રી મલાઈકા અરોરા ખાન તાજેતરમાં જ અમદાવાદની મહેમાન હતી. જ્યાં તેણે અમદાવાદની એક પ્રખ્યાત હોટલમાં બપોરનું ભોજન કર્યું હતું અને હોટલના સ્ટાફ સાથે ફોટોઝ પણ પડાવ્યા હતા. રેસ્ટોરન્ટના મેનેજરે ETV Bharatને જણાવ્યું હતું કે, મલાઈકા અરોરા લગભગ અડધો કલાક હોટલમાં રહી હતી. તેમણે ત્યાં લોકપ્રિય ગુજરાતી ભોજન કર્યું હતું. જેમાં ભાત, ગુજરાતી દાળ શાક, પુરણપોળી વગેરેની તેઓ પસંદગી કરી હતી. તેમણે ભોજનની પ્રશંસા પણ કરી હતી. તે ડાયટને કારણે ખોરાકમાં રોટલી લેતી નથી પરંતુ આગલી વખતે જ્યારે તે રેસ્ટોરન્ટની મુલાકાત લેશે ત્યારે રેસ્ટોરન્ટમાં બાજરી, મકાઈ, ચોખા અથવા ચણાની રોટલી ચોક્કસપણે આપશે.

ગુજરાતી ભોજનથી પ્રભાવિત થઇ સાંજના ખાવાનો ઓર્ડર આપ્યો

આ દરમિયાન મલાઈકાએ રેસ્ટોરન્ટમાં રેસ્ટોરન્ટ સ્ટાફ સાથે સેલ્ફી પણ લીધી હતી. મલાઈકાએ રેસ્ટોરન્ટ પહોંચવાના અડધો કલાક પહેલા જ પોતાનું ટેબલ બુક કરાવ્યું હતું. એટલું જ નહિ તેઓ અહીંના ગુજરાતી ભોજનથી એટલા પ્રભાવિત થયા કે, તેમણે સાંજના ખાવા માટે આ જ રેસ્ટોરન્ટમાંથી ખીચડી-કઢી અને ભાખરીનો ઓર્ડર આપ્યો હતો.

મલાઈકા અરોરા તાજેતરમાં મુંબઈમાં જોવા મળી

અભિનેત્રી મલાઈકા અરોરા તાજેતરમાં મુંબઈમાં તેના ઘરની બહાર ખૂબ જ હોટ સ્ટાઈલમાં જોવા મળી હતી. જે દરમિયાન મલાઈકાએ સ્પોર્ટ્સ બ્રા ઉપર ઓવરકોટ પહેર્યો હતો. આ લુકમાં તે તેના ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

અર્જુનને સમજે છે મલાઇકા

અર્જુને એક ઇંટરવ્યૂમાં જણાવ્યુંં હતું કે, મલાઈકા તે વ્યક્તિ છે જે તેને અંદરથી અને બહારથી સારી રીતે ઓળખે છે. અર્જુને જણાવ્યુંં હતું કે, મારી ગર્લફ્રેન્ડ મને અંદર અને બહાર સારી રીતે ઓળખે છે. જો હું તેની જોડે મારી લાગણીઓ છુપાવું તો પણ તે ઓળખી જાય છે કે, મારો દિવસ આજે થોડો ખરાબ ગયો છે અથવા હું સારા મૂડમાં નથી. તે બધું સારી રીતે જાણી જાય છે.

પોતાનાથી મોટી મલાઇકાને ડેટ કરવા પર બોલ્યો અર્જુન

થોડા દિવસો પહેલા જ અર્જુનને તેના કરતા મોટી અને એક દીકરાની માતાને ડેટ કરવા વિશે પૂછવામાં આવ્યું અને અર્જુને જણાવ્યું હતુંં કે, હું મારા અંગત જીવન વિશે વધારે વાત કરતો નથી. કારણ કે, મને લાગે છે કે તમારે તમારા જીવનસાથીનું સન્માન કરવું જોઈએ અને હું પણ આવી પરિસ્થિતિમાં રહ્યો છું જ્યાં વસ્તુઓ ખૂબ જ સાર્વજનિક થઈ ગઈ હતી અને આ સારું નથી કારણ કે, તે બાળકોને અસર કરે છે.

અર્જુનના મલાઈકાના પુત્ર સાથે પણ સારા સંબંધો

અર્જુનને મલાઈકાના પુત્ર અરહાન ખાન સાથે પણ સારા સંબંધો છે. તે અરહાન સાથે લંચ કે ડિનરમાં પણ જાય છે. મલાઈકા આ દિવસોમાં અભિનેતા અર્જુન કપૂર સાથેના સંબંધોને કારણે ચર્ચામાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.