મુંબઈઃ ઘણાં સમયથી બૉલીવૂડમાં બાયોપિક બની રહી છે. ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યપ્રધાન મુલાયમસિંહ યાદવ પર બાયોપિક બની રહી છે, જેનું ટીઝર રીલિઝ થઈ ગયું છે. ટીઝરની શરૂઆત એક અખાડાથી થાય છે. આ ફિલ્મનું નામ છે, 'મૈં મુલાયમસિંહ યાદવ'.
ટીઝર રીલિઝ થયાના થોડા જ સમયમાં તે સોશ્યિલ મીડિયા પર ટ્રેંડ થવા લાગ્યું. ટીઝરની શરૂઆત શ્રી કૃષ્ણના એક ઉપદેશથી થાય છે જેનો ગુજરાતી ભાવાનુવાદ આ પ્રમાણે છે, 'જે વસ્તુ તમને જોઈએ છે જો તમે એના માટે નથી લડી શકતા તો જે તમે ગુમાવી ચૂક્યાં છો એના માટે રડો નહી.'
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ફિલ્મ મેકરના અનુસાર આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે. ટીઝરની શરૂઆત પહેલવાનની એન્ટ્રીથી થાય છે, જે એક એક કરીને બધાને હરાવે છે. મુલાયમસિંહ યાદવ પહેલવાન પણ રહી ચૂક્યાં છે. ટીઝરમાં એક કેપ્શન લખેલું છે કે, આ એક ખેડૂતના છોકરાની કહાની છે, જે રાજ્યનો સૌથી મોટો નેતા બને છે. ફિલ્મનું નિર્દેશન સુવેંદુ રાજ ઘોષે કર્યું છે અને સંગીત તોષી અને શારિબે આપ્યું છે.