ETV Bharat / sitara

માહી અને જીવાનો વીડિયો થયો વાયરલ

author img

By

Published : Apr 28, 2020, 12:21 PM IST

વિશ્વભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે સેલિબ્રિટી પોતાના પ્રશંસકો માટે કોઇને કોઇ વીડિયો બનાવતા હોય છે. આ લોકડાઉન દરમિયાન માહીના પણ વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. માહીનો તેની દીકરી જીવા સાથેનો બાઇક ચલાવવાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેને તેના ચાહકોએ ઘણો પસંદ કર્યો છે.

માહી અને જીવાનો વીડિયો થયો વાયરલ
માહી અને જીવાનો વીડિયો થયો વાયરલ

રાંચી: કોરોના વાયરસનો પ્રકોપ અને લોકડાઉનને કારણે ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની રાંચીના રીંગ રોડ સ્થિત સિમલીયા ખાતેના તેમના ફાર્મ હાઉસમાં પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. માહીનો તેની દીકરી જીવા સાથેનો એક વીડિયો વાયરલ થયો છે. જેને ચાહકો ઘણો પસંદ કરી રહ્યાં છે.

માહી અને જીવાનો વીડિયો થયો વાયરલ

ફાર્મ હાઉસની અંદર બગીચામાં માહી તેની દીકરી સાથે બાઇક ચલાવતો નજરે આવ્યો. આ પહેલા પણ પિતા અને પુત્રી બાઇક ચલાવતા જોવા મળ્યા હતા. આપને જણાવી દઈએ કે, આ દિવસોમાં લોકડાઉનને કારણે માહી તેના ઘરે છે અને આવો નજારો સતત જોવા મળી રહ્યો છે. કયારેક માહી તેના બગીચામાં ગ્રાસ કટર મશીનથી ઘાસ કાપતો જોવા મળે છે, તો કયારેક તેની પત્ની સાક્ષી બગીચામાં વીડિયો બનાવતી જોવા મળે છે.

માહી અને જીવાનો આ બાઇક રાઇડિંગ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં માહી એક હાઇ સ્પીડ બાઇક ચલાવતો નજરે પડે છે ,અને જીવા પાછળ બેઠી મસ્તી કરી રહી છે. તેમજ પત્ની સાક્ષી આ દશ્ય કેમેરામાં કેદ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં માહીનો પાલતુ કૂતરો પણ દેખાય છે.

આ ઉપરાંત, માહીનો બાઇક પ્રેમ પણ કોઈથી છુપાયેલો નથી. માહી પાસે એકથી એક ચડિયાતી બાઇક છે. તેની પાસે જૂની બાઇકનો પણ સંગ્રહ છે. એમ્બેસેડર, યામાહા ઉપરાંત, માહીએ ઘણી નવી બાઇક પણ ખરીદી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.