હૈદરાબાદ : સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોવિડ-19 દરમિયાન લોકોને સલામત રાખવા નિસ્વાર્થ અને મહેનત કરતા આરોગ્ય કર્મચારીઓની તસવીરોનો કોલાજ શેર કર્યો છે.
મહેશે ઇન્સ્ટાગ્રામ પર આરોગ્ય કર્મચારીઓના ફોટોગ્રાફ્સનો કોલાજ શેર કર્યો છે, સાથે જ લખ્યું છે કે, "આ મુશ્કેલ સમયમાં અમને સુરક્ષિત અને સ્વસ્થ રાખવા માટે નિસ્વાર્થ અને અવિરત પ્રયત્નો કરી રહેલા તમામ આરોગ્ય કર્મચારીઓનો હું આભારી છું."
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
તેમણે આગળ લખ્યું છે કે, "આપણે સમજવું જોઇએ કે તેઓ આપણને બચાવવા માટે આ કામ કરી રહ્યાં છે."
મહેશ બાબુએ આગળ લખ્યું કે, "જેઓ આપણું રક્ષણ કરી રહ્યાં છે, તેઓને પણ સુરક્ષિત રાખવાની જરૂર છે. ચાલો તેમના બલિદાનને સન્માન કરીએ."
તેમણે આગળ લખ્યું કે, "આ મુશ્કેલ સમયમાં આપણે એકબીજાને આપણો પ્રેમ અને સહાનુભૂતિ આપી શકીએ છીએ. હું તમને બધાને તબીબી કર્મચારીઓ પ્રત્યે દયાળુ અને નમ્ર બનવા વિનંતી કરું છું. તેઓ આપણા સાચા હીરો છે."