ETV Bharat / sitara

ફિલ્મ 'જંગલ એડવેન્ચર'માં જોવા મળશે આ કપલ

author img

By

Published : Mar 7, 2022, 5:16 PM IST

બાહુબલી ફેમ ડાયરેક્ટર એસએસ રાજામૌલી (Alia bhatt jungle adventure movie) ફરી એકવાર ધમાલ મચાવવાની તૈયારીમાં છે. તેણે તેની આગામી ફિલ્મમાં મહેશ બાબુ અને આલિયા ભટ્ટની પસંદગી કરી છે. જોઇએ કે, આ જોડી પોતાનો કમાલ કરવામાં સફળ રહે છે કે નહીં.

ફિલ્મ 'જંગલ એડવેન્ચર'માં જોવા મળશે આ કપલ
ફિલ્મ 'જંગલ એડવેન્ચર'માં જોવા મળશે આ કપલ

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની કિસ્મત ચમકી હોય તેવું લાગી રહી છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી' બોક્સ ઓફિસ પર હાલ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ હવે 100 કરોડ ક્લબની નજીક છે. આ સંજોગોમાં એક એવા સમાચાર મળ્યા છે જે સાંભળીને ફેન્સ ખુશ થઇ જશે. આલિયા હવે બોલિવૂડની સાથે સાથે સાઉથની ફિલ્મોમાં (Alia bhatt jungle adventure movie) પણ એન્ટ્રી કરવા જઈ રહી છે.

આલિયા ભટ્ટ હવે અખિલ ભારતીય ફિલ્મ 'RRR'માં જોવા મળશે

આલિયા ભટ્ટ હવે અખિલ ભારતીય ફિલ્મ 'RRR'માં જોવા મળશે. દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના પીઢ દિગ્દર્શક એસ. એસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 25 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ સાથે જ આલિયા અને રાજામૌલીને લઈને વધુ એક સ્ફોટક સમાચાર સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો: Pooja hegde radhe shyam promotions: પૂજા હેગડેએ આ હસ્તીઓની કરી પ્રશંસા

જાણો ફિલ્મની સ્ટોરી કોને લખી છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજામૌલી અન્ય એક અખિલ ભારતીય ફિલ્મ પર કામ કરી રહ્યા છે, જેમાં તે સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુની સામે આલિયા ભટ્ટને કાસ્ટ કરવા માંગે છે. આ એક જંગલ એડવેન્ચર ફિલ્મ હોવાનું કહેવાય છે. એવી બાતમી છે કે, આ ફિલ્મની સ્ટોરી પણ કે.એસ.એસ રાજામૌલીના પિતા કેવી વિજયેન્દ્રએ લખી છે.

આલિયા ભટ્ટ તેમની ફિલ્મ માટે શ્રેષ્ઠ પસંદગી

માહિતી મુજબ, આ પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું છે અને રાજામૌલી અને પ્રસાદ વચ્ચે વાતચીત પણ ચાલી રહી છે. પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન ઘણા પાત્રો બનાવવામાં આવ્યા છે અને રાજામૌલી માને છે કે, આલિયા ભટ્ટ તેમની ફિલ્મ માટે શ્રેષ્ઠ પસંદગી હશે. રાજામૌલીએ મહેશ બાબુની સામે આલિયા ભટ્ટને લાવવાનો સંપૂર્ણ પ્લાન ઘડી લીધો છે.

જાણો ફિલ્મનું શૂંટિંગ ક્યાં થશે

રિપોર્ટ અનુસાર, હાલ તારીખો અને ફીને લઈને ચર્ચા ચાલી રહી છે. ઉપરાંત, ફિલ્મનું શૂટિંગ ચાલુ વર્ષના મધ્યમાં કરવામાં આવશે, ત્યાં સુધીમાં મહેશ અને આલિયા પણ પોતપોતાના પ્રોજેક્ટમાંથી ફ્રી થઇ જશે.

જાણો આ ફિલ્મની રસપ્રદ વાત

તમને જણાવી દઈએ કે, ફિલ્મનું શૂટિંગ વાસ્તવિક જંગલોમાં કરવામાં આવશે. આ સંજોગોમાં આ ફિલ્મ એક્શન અને એડવેન્ચરથી ભરપૂર બનવા જઈ રહી છે. અગાઉ આલિયાનું નામ સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર સાથે સાઉથ ફિલ્મોના ડાયરેક્ટર કોર્ટલા સિવાના આગામી પ્રોજેક્ટ માટે જોડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ITA 2022: આ એવાર્ડમાં રાખી સાવંતે રણવીર સિંહ સાથે કર્યુ કંઇક આવુ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.