મુંબઈઃ સુશાંત સિંહ મોત અને ડ્રગ્સ મામલે મુંબઈ હાઈકોર્ટે રિયા ચક્રવર્તી, સૈમુઅલ મિરાંડા અને દિપેશ સાંવતની જામીન અરજી પર સુનાવણી કરી છે. કોર્ટે રિયાને એક લાખ રૂપિયાના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે. જયારે રિયાના ભાઈ શોવિક અને બાસિતની અરજીને કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે.
આ પહેલા 29 સપ્ટેમ્બરે જામીન અરજી પર કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. જોકે તેના એક દિવસ પહેલા એનડીપીએસ અદાલતે રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની ન્યાયિક કસ્ટડી 20 ઓક્ટોબર સુધી વધારી હતી.
વિશેષ અદાલતે આ અગાઉ અભિનેત્રી રિયા અને તેના ભાઈની જામીન અરજી ફગાવી હતી. ત્યાર બાદ રિયાએ જામીન માટે ઉચ્ચ ન્યાયાલયમાં અરજી કરી હતી. આખરે આજે રિયાના જામીન મંજૂર થઈ ગયા છે.