મુંબઈઃ બૉલીવુડના દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાન શાનદાર કલાકારોમાંના એક છે. પરંતુ તે આપણને અને આ દુનિયાને છોડીને જતા રહ્યાં છે. ઇરફાન ખાનના સ્વર્ગવાસ બાદ જાણે બૉલીવુડમાં માયુસી છવાયેલી છે. ફેન્સથી લઈ સેલિબ્રેટિજ તેમને હજી પોત પોતાની રિતે શ્રદ્ધાંજિલ આપી રહ્યાંં છે. એવામાંં મહારાષ્ટ્રના એક ગામે અલગ રીતે જ ઈરફાન ખાનને શ્રદ્ધાંજલિ આપી છે.
ઈરફાન ખાનનું નિધનન 29 એપ્રિલના રોજ થયું હતું. હજી પણ કેટલાક તેમને ખુબ જ યાદ કરી દુખ વ્યક્ત કરે છે. મહારાષ્ટ્રના ઈગતપુરી ગામના લોકોએ પણ ઈરફાન ખાનને શ્રદ્ધાંજલિ આપી છે. ગ્રામવાસીઓએ પોતાના ફેવરિટ સ્ટાર ઈરફાન ખાનને શ્રદ્ધાંજલિ આપતાં ગામનાં એક વિસ્તારનું નામ ઈરફાન રાખ્યું છે. ગામના લોકોએ ઈરફાનને હંમેશા યાદ રાખવા માટેે ગામના એક વિસ્તારને ઈરફાન નામ આપ્યું છે.
ઈરફાન ખાનને ઈન્ડસ્ટ્રીમાં સૌથી સીધા અને સરળ વ્યકિત માનવામાંં આવતા હતા. ઈગતપુરી ગામની વાત કરીએ તો ઈરફાન ખાનનો આ ગામ સાથે સારો સંબંધ રહ્યો છે. આ ગામમાં તેમણે એક અભિયાનની શરૂઆત કરી હતી. તેમજ તે હંમેશા ગામના લોકો સાથે ઉભા રહેતા અને પછાત વર્ગના લોકોની મદદ કરતા હતા.
આ ગામના લોકો સાથે ઈરફાન ત્યારે સંપકર્માં આવ્યાં જ્યારે તેમણે ત્યાં જમીન ખરીદી હતી. બાદમાંં તેના પાડોશી ગ્રામવાસીઓ સાથે વાતચીત કરતા થયા અને તેમને જણાયું કે, આ ગામ અને લોકો કેટલા પાછળ છે. જોકે પછી તે હંમેશા ગામમાં જરૂરિયાતમંદ લોકોનેે મદદ કરતા હતા.