મુંબઈઃ અભિનેત્રી માધુરી દીક્ષિત નેને પોતાના ઓનલાઈન ડાન્સ ફેસ્ટિવલના માધ્યમથી લોકોને તણાવમુક્ત કરવા જઈ રહી છે. આ બે દિવસીય ઓનલાઈન મહોત્સવ 29 એપ્રિલે વિશ્વ નૃત્ય દિવસ પર શરૂ થશે.
આ મહોત્સવનું આયોજન તેમની ડાન્સ એકેડમી ડાન્સ વિથ માધુરી દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં કોરિયોગ્રાફર્સ ફરાહ ખાન અને સરોજ ખાનના માર્ગદર્શન હેઠળ માધુરી અને કથકના દિગ્ગજ બિરજુ મહારાજન પર્ફોમ કરશે.
આ અંગે માધુરીએ કહ્યું કે, 'આ વૈશ્વિક લોકડાઉનને કારણે અમે અમારા દર્શકોને ઘરે કંઈક નવું શીખવવાની અને તેમને તણાવમુક્ત કરવાની તક આપવા માગીએ છીએ. 1 એપ્રિલથી અમારા પ્લેટફોર્મ દ્વારા અમારા દર્શકોને મફતમાં શીખવાની તક આપવા માટે સફળતાપૂર્વક કાર્ય કર્યા બાદ ઓનલાઇન ડીડબ્લ્યુએમ ડાન્સ ફેસ્ટિવલનું આયોજન કરીએ છીએ. તે બે દિવસનો હશે, તેમાં શ્રેષ્ઠ નર્તકો, નૃત્ય નિર્દેશો અને નિષ્ણાંતો પાસેથી દર્શકોને ડાન્સ શિખવાનો મોકો મળશે.'
- " class="align-text-top noRightClick twitterSection" data="
">