મુંબઈ: ઈમ્તિયાઝ અલીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'લવ આજ કલ'ની રાહ તમામ લોકો જોઈ રહ્યાં હતાં, આખરે તે શુક્રવારે થિયેટરોમાં રિલીઝ થઈ અને બન્ને મુખ્ય સ્ટાર સારા અલી ખાન અને કાર્તિક આર્યનના ચાહકોએ આ ફિલ્મને પ્રેમથી આવકારી લીધી.
વેલેન્ટાઈન ડેના દિવસે રિલીઝ થયેલી રોમાન્ટિક-ડ્રામા ફિલ્મે પ્રથમ દિવસે 12.40 કરોડનું કલેક્શન કરી લીધું છે. ફિલ્મ વિવેચક અને વેપાર વિશ્લેષક તરણ આદર્શે પોતાના ઑફિશિયલ ટ્વીટર હેન્ડલ પર સારા-કાર્તિકની ફિલ્મનું કલેક્શન શેર કર્યું છે.
-
#KartikAaryan versus #KartikAaryan... *Day 1* biz...
— taran adarsh (@taran_adarsh) February 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
2020: #LoveAajKal ₹ 12.40 cr
2019: #PatiPatniAurWoh ₹ 9.10 cr
2019: #LukaChuppi ₹ 8.01 cr
2015: #PyaarKaPunchnama2 ₹ 6.80 cr
2018: #SonuKeTituKiSweety ₹ 6.42 cr
2011: #PyaarKaPunchnama ₹ 92 lakhs#India biz.
">#KartikAaryan versus #KartikAaryan... *Day 1* biz...
— taran adarsh (@taran_adarsh) February 15, 2020
2020: #LoveAajKal ₹ 12.40 cr
2019: #PatiPatniAurWoh ₹ 9.10 cr
2019: #LukaChuppi ₹ 8.01 cr
2015: #PyaarKaPunchnama2 ₹ 6.80 cr
2018: #SonuKeTituKiSweety ₹ 6.42 cr
2011: #PyaarKaPunchnama ₹ 92 lakhs#India biz.#KartikAaryan versus #KartikAaryan... *Day 1* biz...
— taran adarsh (@taran_adarsh) February 15, 2020
2020: #LoveAajKal ₹ 12.40 cr
2019: #PatiPatniAurWoh ₹ 9.10 cr
2019: #LukaChuppi ₹ 8.01 cr
2015: #PyaarKaPunchnama2 ₹ 6.80 cr
2018: #SonuKeTituKiSweety ₹ 6.42 cr
2011: #PyaarKaPunchnama ₹ 92 lakhs#India biz.
વિવેચકે એક ટ્વીટમાં લખ્યું કે, #કાર્તિક આર્યન વર્સેસ #કાર્તિક આર્યન, 1 દિવસનો બિઝનેસ
- 2020: લવ આજ કલ-12.40 કરોડ,
- 2019: પતિ પત્ની ઓર વો-9.10 કરોડ,
- 2019: લુકા છુપી-8.01 કરોડ,
- 2015: પ્યાર કા પંચનામા 2-6.80 કરોડ,
- 2018: સોનૂ કે ટીટૂ કી સ્વીટી-6.42 કરોડ,
- 2011: પ્યાર કા પંચનામા-92 લાખ
તાજેતરમાં રિલીઝ થયેલી રોમાન્ટિક-ડ્રામા 2019માં આવેલી ઈમ્તિયાઝ અલીની સેફ અલી ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મનું નવું વર્જન છે, 2020ની 'લવ આજ કલ'ના ડાયરેક્ટર પણ ઈમ્તિયાઝ અલી છે. ફિલ્મમાં મુખ્ય કલાકારો ઉપરાંત રણદીપ હુડ્ડા અને આરૂષિ શર્મા પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે.