મુંબઇ : કોરોના મહામારીને કારણે લોકો ઘરમાં બેઠા છે. તેમજ પોતાના કામમાં વ્યસ્ત છે. ત્યારે અભિનેત્રી સની લિયોને પતિ ડેનિયલ વેબર સાથે ઘરના ડાઇનિંગ રૂમમાં રોમાંટિક ડિનરની મજા માણી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સનીએ ઇન્સ્ટાગ્રામ પર પતિ સાથે પોતાની તસવીર શેર કરી હતી, જેમાં તે રેડ વાઇનની મજા માણી રહી છે. તસવીર સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે, "ડેનિયલ સાથે ડેટ નાઇટ, ઘરના ડાઇનિંગ રૂમમાં. " અભિનેત્રીએ પોતાના રેટ્રો એરોબિક્સ વર્કઆઉટ માટે એંસીના દાયકાની ફેશનને પણ અજમાવી હતી. સનીએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે હાઇકટ લિયોટાર્ડ પહેરેલી જોવા મળી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સનીનું અસલી નામ કરણજીત કૌર છે. તેણે વર્ષ 2011 માં ડેનિયલ સાથે લગ્ન કર્યા હતા. 2017 માં તેમના પ્રથમ બાળક નીશાને મહારાષ્ટ્રના લાતુર ગામથી દત્તક લીધો હતો. જ્યારે વર્ષ 2018 માં તેઓએ સરોગસી દ્વારા તેમના જોડિયા પુત્રો - નોહ અને અશરના જન્મની ઘોષણા કરી હતી.