- હિન્દી સિનેમાના ટ્રેજડી કિંગ દિલીપ કુમારનું નિધન
- 98 વર્ષની વયે દિલીપ કુમારે મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
- શ્વાસ લેવામાં તકલીફ હોવાથી હોસ્પિટલમાં દાખલ હતા દિલીપ કુમાર
મુંબઈ: હિન્દી સિનેમાને ફરી એક વાર આજે કદી ન પૂરાય તેવી ખોટ પડી છે. કારણ કે, પીઢ અભિનેતા અને ટ્રેજેડી કિંગ દિલીપ કુમારનું આજે 98 વર્ષની વયે નિધન થયું છે. આજે સવારે 7-30 કલાકે એક્ટર દિલીપ કુમારે (Dilip Kumar) અંતિમ શ્વાસ લીધા. દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફને કારણે ફરી એક વખત 29 જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન તેમના પત્ની શાયરા બાનો તેમની સાથે જ હતા અને તેમણે ફેન્સને આશ્વાસન આપ્યું હતું કે, તેમની સ્થિતિ છે. દિલીપ કુમારને છેલ્લા એક મહિનાથી 2 વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તેમના નિધનથી હિન્દી સિનેમાના તમામ કલાકારોએ શોક વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો: Bollwood Sad News: બોલિવુડ ફિલ્મ નિર્દેશક અને અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હૃદયરોગના હુમલાથી નિધન
'ટ્રેજેડી કિંગ' દિલીપ કુમારનું નિધન
ઘણા લાંબા સમયથી બીમાર રહેલા દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર (Dilip Kumar )નું આજે નિધન થયું છે. અભિનેતા છેલ્લાં કેટલાંય દિવસોથી સ્વાસ્થ્યને કારણે હોસ્પિટલાઇઝ રહેતા હતાં. તેઓને 30 જૂનના રોજ મુંબઇની હિંદુજા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતાં. એક્ટરની પત્ની સાયરા બાનુ પૂરો સમય ત્યાં હાજર રહી હતી અને તેઓએ પ્રશંસકોએ આશ્વાસન આપ્યું હતું કે, તેઓની હાલત સ્થિર છે પરંતુ આજ રોજ તેઓનું નિધન થયું છે.
પેશાવરમાં વર્ષ 1922માં દિલીપ કુમારનો થયો હતો જન્મ
દિલીપ કુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. દિલીપ કુમારનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન છે. તેમણે પોતાનું ભણતર નાસિકમાં મેળવ્યું હતું. 1966માં દિલીપ કુમારે એક્ટ્રેસ સાયરા બાનો સાથે લગ્ન કર્યા હતા. તેને 1991માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1994માં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2015માં દિલીપ કુમારને પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા હતા. વર્ષ 200માં દિલીપ કુમાર રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. વર્ષ 1949માં આવેલી ફિલ્મ અંદાજથી દિલીપ કુમારને વધુ પ્રસિદ્ધી મળી. 1951માં દિદાર, 1955માં દેવદાસ જેવી ફિલ્મોમાં ભૂમિકાથી તેમને ટ્રેજેડી કિંગની ઓળખ મળી.
દિલીપ કુમારને માત્ર 22 વર્ષની ઉંમરે પહેલી ફિલ્મ મળી હતી
અભિનેતા રાજ કપૂર તેમના બાળપણના મિત્ર હતા. દિલીપ કુમારને માત્ર 22 વર્ષની ઉંમરે પહેલી ફિલ્મ મળી હતી. વર્ષ 1944માં આવેલી ફિલ્મ 'જ્વારભાટા'માં તેમણે કામ કર્યું હતું. દિલીપ કુમારે પાંચ દાયકા સુધી હિન્દી સિનેમા પર રાજ કર્યું હતું. પહેલા તેમણે હીરો તરીકે પોતાની અલગ છાપ ઉભી કરી અને ત્યારબાદ તેમણે કેરેક્ટર રોલ કરવાના શરૂ કર્યા હતા. ફિલ્મના લેખકો તેમની માટે સ્પેશિયલ રોલ લખતા હતા.
દિલીપ કુમારે 1944માં જ્વારા ભાટા ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી
'ટ્રેજેડી કિંગ' તરીકે ઓળકાતા દિલીપ કુમારે 1944માં જ્વારા ભાટા ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી ને પોતાના પાંચ દાયકાની લાંબી કારકિર્દીમાં તેમણે 'મુગલ-એ-આઝમ', 'દેવદાસ', 'નયા દૌર', 'રામ ઔર શ્યામ' જેવી હિટ ફિલ્મો આપી. તેઓ છેલ્લે 1998માં આવેલ ફિલ્મ 'કિલા'માં જોવા મળ્યા હતા.
કેરેક્ટર રોલ માટે દિલીપ કુમારની કરાતી પસંદગી
મનોજ કુમારની ક્રાન્તિ, સુભાષ ઘાઈની કર્મા, મશાલ, શક્તિ જેવી અનેક ફિલ્મોમાં દિલીપ કુમારના અભિનયના ખૂબ જ વખાણ થયા હતા. દિલીપ કુમાર નવા કલાકારોને પણ ખૂબ જ મદદ કરતા હતા અને તેઓ હંમેશા બધા સાથે સહજતાથી ભળી જતા હતા. દિલીપ કુમારે પોતાનાથી 22 વર્ષ નાની સાઈરા બાનુ સાથે લગ્ન કર્યા હતા.