મુંબઇ: હાલ સોશિયલ મીડિયા (Social Media) પર એક તસવીર વાયરલ થઇ રહી છે. જેના પર બોલિવૂડ સ્ટાર્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. લતા મંગેશકરના નિધનથી (Lata Mangeshkar passed Away) સમગ્ર દેશ શોકમાં છે, ત્યારે બહેનના ગયા પછી આશા ભોંસલેએ એક બાળપણની યોદા તાજા કરતી તસવીર શેર કરી છે. જેના પર તેણે સુંદર કેપ્શન પણ આપ્યું છે. જુઓ તસવીર...
આશા ભોંસલેએ કરી તસવીર શેર
આશા ભોંસલેએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Asha Bhonsle Instagram Account ) પર બહેન લતાજીના ગયા પછી બાળપણનો ફોટો શેર કરીને તેમને યાદ કર્યાં છે. આશા ભોંસલેએ એક જૂનો ફોટો શેર કર્યો છે. જેમાં બન્ને બહેન સાથે જોવા મળી રહી છે. આ ફોટો શેર કરતા આશા ભોંસલેએ લખ્યું છે કે, દીદી અને હું, બાળપણના પણ કેવા દિવસો હતા. આ પોસ્ટ પર ફેન્સ પણ દિલ ખોલીને પ્રેમ વરસાવી રહ્યાં છે.
આ પણ વાંચો: મલાઈકા અરોરા અને અરબાઝ ખાન ફરી સંગ-સંગ, ફેન્સે કરી આવી કેમેન્ટ...
આશા ભોંસલેએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કહ્યું દેશમાં રાજકીય શોક
આ સિવાય આશા ભોંસલેએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ પણ શેર કરી છે જેમાં લખ્યું છે કે દેશમાં બે દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Lata Mangeshka Passed Away: લતાજીને તેના ફેન્સ આપી રહ્યાં આ અંદાજમાં શ્રદ્ધાંજલિ