ETV Bharat / sitara

લતા મંગેશકરે 13 વર્ષની આયુમાં પ્રથમ ગીત ગાયું હતું, જાણો તેની પ્લેબેક સિંગરની કારકિર્દી...

લતા મંગેશકરે (Lata Mangeshkar Passed Away) છ દાયકાથી વધુની તેમની કારકિર્દીમાં વિવિધ ભારતીય ભાષાઓમાં 30 હજારથી વધુ ગીતો ગાયા છે. તેમના પ્લેબેક સિંગિંગ માટે, તેમને 2001માં ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. આજે કરીએ તેના સફર (Lata mangeshkar biography) પર એક નજર...

લતા મંગેશકરે 13 વર્ષની આયુમાં પ્રથમ ગીત ગાયું હતું , જાણો તેની પ્લેબેક સિંગરની કારકિર્દી વિશે

author img

By

Published : Feb 6, 2022, 11:26 AM IST

Updated : Feb 6, 2022, 11:34 AM IST

હૈદરાબાદ: ભારત રત્ન સ્વર નાઇટિંગેલ લતા મંગેશકરને ન્યુમોનિયા અને કોરોના થતા 8 જાન્યુઆરીએ મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આ્વ્યાં હતા. જ્યાં તે સતત 28 દિવસથી ડોક્ટરની સારવાર હેઠળ હતા, પરંતુ તેની હાલત શનિવારના બગડી હતી. આજે રવિવારે સવારે તેના નિધનના (Lata Mangeshkar Passed Away) સમાચાર મળતા દેશમાં ગમગીનનું વાતાવરણ છવાય ગયું છે. ચાલો જાણીએ આજે લતા મંગેશકરના જીવન અને તેમની કારકિર્દી (Lata mangeshkar biography) સાથે જોડાયેલી બાબતો વિશે.

લતા મંગેશકરે 13 વર્ષની આયુમાં પ્રથમ ગીત ગાયું હતું , જાણો તેની પ્લેબેક સિંગરની કારકિર્દી વિશે
લતા મંગેશકરે 13 વર્ષની આયુમાં પ્રથમ ગીત ગાયું હતું , જાણો તેની પ્લેબેક સિંગરની કારકિર્દી વિશે

લતા મંગેશકર મૂળ ઈન્દોરના

લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. લતાજીના પિતા દીનાનાથ મંગેશકર પણ મરાઠી થિયેટર અભિનેતા, સંગીતકાર અને એક ગાયક હતા. લતાજીની માતાનું નામ શેવંતી મંગેશકર અને ભાઈનું નામ હૃદયનાથ મંગેશકર છે, જેઓ સંગીતકાર છે. લતાજીને ત્રણ નાની બહેનો પણ છે. તેમના નામ છે ઉષા મંગેશકર, આશા ભોસલે અને મીના ખાડીકર.

લતાજીની ત્રણેય બહેનો ગાયિકા છે

લતાજીની ત્રણેય બહેનો ગાયિકા છે. જણાવીએ કે, લતા મંગેશકરના કરિયરમાં તેમનું નામ દિવંગત પ્રખ્યાત ગાયક, સંગીતકાર અને ગીતકાર ભૂપેન હજારિકા સાથે ઘણી વખત જોડવામાં આવ્યું હતું, પરંતુ લતા મંગેશકરે ક્યારેય કોઈની સાથે લગ્ન કર્યા નથી.

આ પણ વાંચો: Lata Mangeshkar Passed Away: દેશની એકમાત્ર કોકિલ કંઠી ગાયિકા 'લતાદીદી'

લતાજી વિશ્વની પ્રખ્યાત અને સૌથી પ્રતિષ્ઠિત ગાયિકાઓમાંના એક

લતાજી તેમના પ્લેબેક સિંગિંગથી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વની પ્રખ્યાત અને સૌથી પ્રતિષ્ઠિત ગાયિકાઓમાંના એક છે. જાણીને નવાઈ લાગશે કે, લતાજીએ એક હજારથી વધુ હિન્દી ગીતોને પોતાનો મધુર અને મનમોહક અવાજ આપ્યો છે.

લતાજીએ 30 હજારથી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે

લતાજીએ તેમનું પ્રથમ શિક્ષણ તેમના પિતા દીનાનાથ મંગેશકર પાસેથી મ્યુઝિકલ નોટ્સમાં લીધું હતું તેમજ માત્ર પાંચ વર્ષની ઉંમરે લતાજીએ નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. લતાજીએ 1942માં 13 વર્ષની ઉંમરે ગાયિકા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, લતાજીએ તેમનું પહેલું ગીત વસંત જોગલેકરની મરાઠી ફિલ્મ કિટ્ટી હસાલ માટે ગાયું હતું. લતાજીએ ઘણી ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે. તેણે 30 હજારથી વધુ ગીતો (lata mangeshkar Famous Songs) રેકોર્ડ કર્યા છે. તેમની પ્લેબેક સિંગિંગને કારણે તેમને ભારતના સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન'થી નવાજવામાં આવ્યાં હતા.

આ પણ વાંચો: Lata Mangeshkar Passed Away: જાણો 'લતાદીદી'ને આપવામાં આવેલા પુરસ્કારો અને સન્માન વિશે

Last Updated : Feb 6, 2022, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.