મળતી માહિતી અનુસાર લતા મંગેશકર ફિઝિશિયન અને ઈન્ટેન્સિવિસ્ટ તથા બ્રિચ કેન્ડી હોસ્પિટલના સિનિયર મેડિકલ એડવાઈઝર એવા ડૉ. ફારોખ ઈ. ઉદવાડિયાની સારવાર લઈ રહ્યાં હતાં. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે લતાજીને હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જો કે મળતી માહિતી મુજબ ધીમે ધીમે તેમની હાલતમાં સુધારો આવી રહ્યો છે.
બોલીવુડ જગતની અનેક હસ્તીઓ લતાજીની સારા સ્વાસ્થ્ય માટે પ્રાથના કરી રહ્યા છે. અભિનેત્રી હેમા માલિનીએ ટ્વિટ કર્યુ છે કે "લતાજી માટે પ્રાર્થના કરવામાં આવે, જે હાલ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની હાલત ગંભીર છે. આખો દેશ તેમના માટે પ્રાર્થના કરી રહ્યો છે."
આ સાથે શબાના આઝમીએ પણ ટ્વિટ કરી લતાજીના સારા સ્વાસ્થ્ય માટેની પ્રાર્થના કરી છે.