ETV Bharat / sitara

રણબીર આલીયાનું 'કે દાડાનું પૈણું પૈણું' ક્યારે સાચું બનશે? લારા કંઇ કહે છે... - આલિયા ભટ્ટ

બોલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને એક્ટર રણબીર કપૂર તેમના સંબંધોના સમાચારોને લઈને કાયમ ચર્ચામાં રહ્યાં છે. તેવામાં વધુ એકવાર તેમના લગ્નની વાત ઉખળી છે. અભિનેત્રી લારા દત્તાએ બંનેના લગ્નને લઈને મોટો ખુલાસો કર્યો છે.

રણબીર આલીયા
રણબીર આલીયા
author img

By

Published : Aug 10, 2021, 10:58 PM IST

  • બોલીવૂડમાં ફરી વ્યાપી સ્ટાર કપલના લગ્ન અંગે ગપશપ
  • રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની વાત
  • અભિનેત્રી લારા દત્તાએ કહી નવી વાત

ન્યૂઝ ડેસ્ક: આજકાલના અરસામાં બોલિવૂડની ગલીઓમાં ફરતું માત્ર એક જ કપલ છે એમ કહેવું ખોટું નથી. કેમ કે, આ બંનેના પ્રેમના સમાચાર છાનેછપને બધાંને ખબર છે! આ એક એવું કપલ છે જે ક્યારેક પોતાની ગ્લેમરસ તસવીરોથી હેડલાઇન્સમાં ચમકે છે તો ક્યારેક તેઓ સાથે જોવા મળે છે ત્યારે ચર્ચામાં આવે છે. યુવા સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની આ વાત છે. બંનેના ચાહકો તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ સંદર્ભે ફિલ્મ એકટ્રેસ લારા દત્તા જે પોતાની ફિલ્મ 'બેલ બોટમ' માટે હેડલાઇન્સમાં આવી ગઈ છે તેણે બંનેના લગ્ન વિશે મોટી વાત કહી છે.

લારા દત્તાએ કહ્યું, તેઓ આ વર્ષે લગ્ન કરી શકે છે

લારા દત્તાએ હાલમાં જ એક મીડિયા હાઉસને આપેલી મુલાકાતમાં ઘણી બાબતો જણાવી હતી. જેમાં આલિયા અને રણબીરની વાત પણ હતી. ખરેખર તો જ્યારે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો લારા કહે છે કે 'હું જૂની પેઢીની બની ગઇ છું. મને ખબર નથી કે કોણ કોને ડેટ કરી રહ્યું છે અને કોણ હવે સાથે નથી. પરંતુ આ સાથે લારાએ એમ પણ કહ્યું કે 'મને લાગે છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ વર્ષે લગ્ન કરી શકે છે.'

આ પણ વાંચો- Bollywood Gossip: જાણો, નીતુ સિંહે આલિયા ભટ્ટ સાથે ફોટો શેર કરી કેવું આપ્યું કેપ્શન...

આલિયાએ પહેરી હતી રણબીરની કેપ

લારાના આ નિવેદન બાદ ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે. થોડા સમય પહેલાં જોવા મળ્યું હતું કે મિત્રતા અને પ્રેમની ઉડતી વાતો વચ્ચે આલિયાએ રણબીરની કેપ પહેરી હતી અને તેના પ્રેમની મહોર લગાવી હતી. ઘણાંના મનમાં તેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે આલિયા હવે રણબીરના રંગમાં રંગાઈ ગઈ છે.

2017થી એકબીજાને ડેટ કરી રહ્યાં છે રણબીર-આલીયા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમના સંબંધો અંગેની ગોસીપને લઇને દરરોજ ચર્ચામાં રહે છે. જો સૂત્રોનું માનીએ તો બંને 2017થી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આલિયા પણ કપૂર પરિવારના ખાસ પ્રસંગોમાં પરિવાર સાથે ફોટો પડાવતી જોવા મળે છે. બંનેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ટૂંક સમયમાં રણબીર સાથે 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ સિવાય આલિયા સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' અને એસએસ રાજામૌલી 'આરઆરઆર' માં પણ ચમકવાની છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.