ETV Bharat / sitara

મારા હ્દયનો એક ભાગ તમારી સાથે ગયો છે, બીજામાં તમે જીવંત છોઃ સુશાંત માટે ક્રિતીએ લખી ઈમોશનલ પોસ્ટ - કૃતિ સેનન થઇ ઇમોશનલ

સુશાંત સિંહ રાજપૂતના મોતથી અભિનેત્રી કૃતિ સેનન ખુબ દુ:ખી છે. ક્રિતીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ભાવનાત્મક પોસ્ટ લખી હતી, તો આ સાથે તેણે સુશાંત સાથેની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. કૃતિ પણ સુશાંતના અંતિમ સંસ્કારમાં ગઇ હતી.

સુશાંત સિંહ રાજપૂતને યાદ કરતા કૃતિ સેનને લખી ઇમોશનલ પોસ્ટ

author img

By

Published : Jun 16, 2020, 9:53 PM IST

મુંબઇ: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનથી લોકો ખુબ દુ:ખી છે. સુશાંતના નિધન પર તમામ સ્ટાર્સે પોતાનું દુ: ખ વ્યક્ત કર્યું છે.ફિલ્મ 'રાબતા'માં તેની સાથે કામ કરી ચૂકેલી અભિનેત્રી ક્રિતી સેનનએ એક પોસ્ટ શેર કરીને પોતાનું દુ :ખ વ્યક્ત કર્યું હતું.

તમને જણાવી દઈએ કે, સુશાંત અને કૃતિના રિલેશનશિપમાં હતા તેવા સમાચારો પણ આગાઉ મળ્યા હતા, પરંતુ બંનેએ ક્યારેય આ સંબંધની પુષ્ટિ કરી નથી.જોકે સુશાંતન નિધન બાદ તેમના અંતિમસંસ્કારમાં પણ ક્રિતી પણ સામેલ થઈ હતી.

ક્રિતીએ પોસ્ટમાં લખ્યું, "સુશ ... હું જાણતી હતી કે તારૂ શાનદાર દિમાગ તારૂ એક શ્રેષ્ઠ મિત્ર અને સૌથી ખરાબ શત્રુ પણ હતું. પરંતુ હું એ જાણીને તૂટી ગઇ કે તારા જીવનમાં એક ક્ષણ એી આવી જ્યાં તને જીંદગી જીવવા કરતા તને આસાન મરવું લાગ્યું..."

" કાશ તમારી આસપાસ લોકો હોત, જેમની હાજરીથી તમને તે ક્ષણોમાંથી દુર કર્યા હોત."કાશ તે એ લોકોને દુ:ખી ન કર્યા હોત જે લોકો તને ખુબ પ્રેમ કરતા હતા...કાશ તારી અંદર જે હતું તેને હું સમજી શકતી...જોકે આવું ન થયું..."

"હું ઘણી બધી બાબતોની ઇચ્છા કરું છું ... મારા હૃદયનો એક ભાગ તમારી સાથે ગયો છે અને બીજા ભાગમાં તમે હંમેશા જીવંત રહેશો." મેં ક્યારેય તમારી ખુશી માટે પ્રાર્થના કરવાનું બંધ કર્યું નથી અને ન તો હું ક્યારેય કરીશ. ''

સુશાંતે તેની મૃત્યુ સાથે અનેક પ્રશ્નો પાછળ છોડી દીધા છે. સુશાંત હવે અમારી સાથે નથી એવું કોઈ માનવા તૈયાર નથી, તેણે દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેમના મૃત્યુ પછી, લોકો સોશિયલ મીડિયા દ્વારા તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.